મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર નદી ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી: ૩ સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના જોધપર નદી ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી: ૩ સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે મોબાઇલ ટાવરમાં મુકવામાં આવેલ બેટરી બેકઅપના સેલ મૂકવામાં આવ્યા હતા તે ૨૪ સેલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ૨૪ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના મૂળ રહેવાસી અને હાલમાં લાલપર નજીક વોડાફોન ટાવર ગૌતમ સિરામિક પાસે રહેતા અશોકભાઇ લાલજીભાઈ રાઠોડ (ઉંમર ૩૭) એ પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડ, તાલુકો જશદણ, કિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૬/૩ ના રાતના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે વાઘજીભાઈ બેચરભાઇની વાડીએ મૂકવામાં આવેલ ઇન્ડઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી અમરારાજા કંપનીની બેટરી બેકઅપના ૨૪ સેલ જેની કિંમત કુલ મળીને ૨૪ હજારના મુદ્દામાલની આરોપીઓએ ચોરી કરી છે જેથી અશોકભાઈ રાઠોડની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News