મોરબીમાં પતિને પ્રેમસબંધની જાણ થઈ જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબીના વજેપરમાંથી દારૂ ભરેલ ઇકો સાથે એક પકડાયો: ત્રણ શખ્સોની શોધખોળ
SHARE
મોરબીના વજેપરમાંથી દારૂ ભરેલ ઇકો સાથે એક પકડાયો: ત્રણ શખ્સોની શોધખોળ
મોરબીના વજેપર વિસ્તારમાંથી પસાર થતી ઇકો ગાડીને રોકીને પોલીસે ચેક કરતાં તેમાંથી ૩૫૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને કાર એમ કુલ મળીને ૨.૦૭ લાખના મુદ્દામાલ સાથે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને માલ મોકલાવનાર તેમજ મંગાવનાર એમ કુલ મળીને ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના વજેપર શેરી નંબર-૨૪ ના નાકા પાસેથી પસાર થતી ઇકો ગાડી નંબર જીજે ૨૩ એચ ૬૦૩ પસાર થતી હતી ત્યારે પોલીસે તેને ચેક કરતા તે ગાડીમાંથી ૩૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સાત હજાર રૂપિયાની કિંમતનો દારૂ અને બે લાખ રૂપિયાની કિંમતની ઇકો કાર મળીને ૨.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કરીને રવિ સંજયભાઈ સોલંકી જાતે દેવીપુજક (ઉંમર ૨૩) રહે ચુનારાવાડ શેરી નંબર-૧ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો ચુનારાવાડ શેરી નંબર-૧ ની અંદર રહેતા સુનીલ કિશનભાઇ સોલંકીએ તેની ગાડીમાં ભરી આપ્યો હતો અને મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા પ્રેમજી ઉર્ફે પ્રેમલો દિપકભાઈ ઓડ તેમજ વજેપર શેરી નંબર-૨૪ ના નાકા પાસે રહેતા સુરેશ લક્ષ્મણભાઈ થરેશાને આપવાનો હોય આ ત્રણેય શખ્સોની સામે પણ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
એક બોટલ દારૂ
મોરબીના ખાટકીવાસ પાસેથી પસાર થતા યુવાનને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ત્રણ સો રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે હાલમાં અકરમ મહેબુબભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) રહે. મકરાણીવાસ મદીના ચોક મસ્જિદની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તેની પાસે ક્યાંથી આવી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
બીયર સાથે મહિલા પકડાઈ
મોરબીના લખધિરવાસ ચોકમાંથી પસાર થતી મહિલાને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના છ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે છ સો રૂપિયાની કિંમતના બીયરના જથ્થા સાથે હાલમાં રેખાબેન લલીતભાઈ વઘોરા (૩૫) રહે. ગૌશાળાની બાજુમાં વાવડી ગામ વાળીની ધરપકડ કરી છે