મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ આવી પરિણીતાની વાહરે


SHARE

















મોરબીમાં પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ આવી પરિણીતાની વાહરે

સરકાર દ્વારા ૧૮૧ અભયમ સેવા સતત કાર્યરત કરવામાં આવેલ છે. અને મહિલા હેલ્પલાઇન નંબર થકી મહિલાઓ કોઈ પણ સંજોગોમાં તુરંત મદદ મેળવી શકે છે. ત્યારે મોરબીમાં એક પરિણીતાને પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ તેની વહારે આવી હતી

મોરબીની ૧૯ વર્ષીય પરિણીતાએ ૧૮૧ માં મદદ માટે ફોન કરે છે, જેથી અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન સોલંકી, પાયલોટ મિતેષભાઈ કુબાવત તુરંત યુવતીની મદદે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી કાઉન્સિલરે બન્ને પક્ષના સભ્યોનું કાઉન્સીલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જોકે પાંચ દિવસમાં જ છૂટાછેડા થઈ ગયા હતા, અને યુવતી આ વાત માનવ તૈયાર ન હતી. તેણી પતિની સાથે જ રહેવા માંગતી હતી પણ પતિ સ્વીકારવા તૈયાર ન હતો, કારણ કે અગાઉથી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. અને યુવતીના માવતરે પણ તેને પ્રેમ લગ્ન કર્યા હોય સાચવવાની ન કહી હતી ત્યાર બાદ પૂર્વ પતિએ કહ્યું હતું કે, છૂટાછેડા થઈ ગયા છે પણ જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપે તો તે યુવતીને સ્વીકારશે. આવી સ્થિતિમાં યુવતી ખૂબ જ મુશ્કેલી અનુભુવી રહી હતી. જોકે અભયમના અનુભવી કાઉન્સિલરે યુવતીના માતા-પિતાને ખૂબ જ સંયમ પૂર્વક સમજાવ્યા હતા. જેથી પિયરના સભ્યો દીકરીને સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા.

રામામંડળનું ભવ્ય આયોજન

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા અન્નક્ષેત્રના લાભાર્થે તા. ૧/૫ ને રવિવારના રોજ ગીતાનગર સોસાયટી ઘુંટુ ગામે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ નવારામદેવળા ઢોલરાધામનું રામામંડળ રમઝટ બોલાવશે. ત્યારે કોમેડી કિંગ ભાવેશ ભગેડી પણ લોકોને મનોરંજન કરાવશે જેથી ધર્મપ્રેમી જનતાને કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે 




Latest News