મોરબીમાં પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ આવી પરિણીતાની વાહરે
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણાં
SHARE
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં ધરણાં
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની તાજેતરમાં આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા અને જીજ્ઞેશ મેવાણીને નિર્દોષ છોડી મુકવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મનોજભાઈ પનારા, રમેશ રબારી, મુકેશ ગામી, કે.ડી.પડસુંબિયા, રાજુભાઇ કાવર, અશ્વિનભાઈ વિડજા,દીપકભાઈ પરમાર, રફીકભાઈ, ધર્મેન્દ્રભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આગેવાનોએ કહ્યું હતુ કે, લોકશાહીમાં લોકોનો આવાજ દબાવવાનું કામ ભાજપની સરકાર કરી રહી છે આવી જ રીતે વાંકાનેર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જીજ્ઞેશ મેવાણીને નિર્દોષ છોડી મુકવાની માંગ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ જશુભાઈ ગોહીલ, અરવીદભાઈ અંબાલીયા, યુથ કોંગ્રેસના પ્રમુખ આબીદ ગઢવારા, જીલ્લા પંચાયતના સભ્ય નવધણભાઈ મેઘાણી, કરશનભાઈ, ગુલામભાઈ પરાસરા, ડો રુકમુદીન માથકીયા તેમજ દલિત સમાજના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા