મોરબી જિલ્લાના ટુ અને ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબીના વનાળિયા, ગોર ખીજડીયા અને જેપુર ગામે ૧૫ દિવસથી પીવાના પાણીના ધાંધીયા
SHARE









મોરબીના વનાળિયા, ગોર ખીજડીયા અને જેપુર ગામે ૧૫ દિવસથી પીવાના પાણીના ધાંધીયા
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર પાણીના પોકાર ઉઠયા લાગે છે ત્યારે જો વાત કરીએ તો મોરબી તાલુકાના વનાળિયા, ગોર ખીજડીયા અને જેપુર ગામે છેલ્લા પંદર દિવસથી લોકોના ઘરે પાણીનું એક ટીપું આવ્યું નથી જેથી લોકોને પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવતો નથી જેથી કરીને શરીરને નુકશાન કરે તેવા ક્ષારપુક્ત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે ત્યારે પીવાનું શુદ્ધ પાણી આપવા માટે ગોર ખીજડીયા ગ્રામપંચાયત દ્વારા પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલ્ક ઈજનેરને વધુ એક વખત લેખિતમાં રજૂઆત કરેલ છે
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને પાણી પૂરું પાડતા મચ્છુ-૨ ડેમમાં આજની તારીખે પાણીનો પૂરતા પ્રમાણમાં જથ્થો છે તેમ છતાં પણ અધિકારીઓની અણઆવડત અને બેદરકારીના કારણે લોકોને પાણી નથી મળતું તે હક્કિત છે મોરબી નજીકના વનાળિયા, ગોર ખીજડીયા અને જેપુર ગામે લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી છેલ્લા ૧૫ દિવસથી નિયમિત રીતે આપવામાં આવતું નથી જેથી કરીને લોકોને શરીરને નુકશાન કરે તેવા ક્ષારપુક્ત પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છેઅને પશુપાલકોને પણ પોતાના માલઢોરને બોરના ખારા પાણી પીવા માટે આપવા પડે છે ત્યારે લોકો અને માલઢોરને નિયમિત રીતે પાણી મળે તેવી વ્યવસ્થા કરવા માટે જવાબદાર અધિકારીને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ હજુ સુધી નક્કર કામ કરવામાં આવ્યું નથી
હાલમાં ગોર ખીજડીયા ગ્રામપંચાયતમાં સરપંચ ગૌતમ મોરડીયા દ્વારા પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલ્ક ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વનાળિયા, ગોર ખીજડીયા અને જેપુર ગામે છેલ્લા પંદર દિવસથી લોકોના ઘરે પાણીનું એક ટીપું આવ્યું નથી જેથી લોકોને પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો તેમજ માલઢોર ખારું પાણી પીવા માટે ઉપયોગમાં લેવું પડે છે અને ઘર વપરાશમાં પણ બોરના ખારા પાણીનો ઉપયોગ કરવો પડે છે છેલ્લા પંદર દિવસથી પાણી નિયમિત રીતે આવતું નથી જેથી લોકો પાણી માટે હેરાન થઈ ગયા છે
અત્રે ઉલેખનીય છે કે, ઉનાળામાં લોકોને પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે ત્યારે લોકોને પીવાનું અને ઘર વપરાશ માટેનું પાણી નિયમિત રીતે મળી રહે તેના માટેની સંપૂર્ણ વ્યવસ્થા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ કરવાની હોય છે પરંતુ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓની અણ આવડત કે પછી બેદરકારીને કારણે લોકોને પાણી માટે હેરાન થવું પડતું હોય તેવો ઘાટ ઘણી જગ્યાએ જોવા મળતો હોય છે આવી જ રીતે અધિકારીઓની બેદરકારીના લીધે હાલમાં વનાળિયા, ગોર ખીજડીયા અને જેપુર ગામના લોકો છેલ્લા પંદર દિવસથી પીવાના પાણી માટે હેરાન થઈ રહ્યા છે અને રાતના ઉજાગરા કરવામાં આવે તો પણ પાણી મળતું નથી જેથી લોકોમાં અધિકારી સામે ભારોભાર રોશની લાગણી છે
