મોરબીના વનાળિયા, ગોર ખીજડીયા અને જેપુર ગામે ૧૫ દિવસથી પીવાના પાણીના ધાંધીયા
મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દીવસની ઉજવાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650946675.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરીયા દીવસની ઉજવાયો
૨૫-એપ્રીલને વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ દ્વારા તમામ તાલુકાઓમાં મેલેરીયા અંગે જનજાગ્રુતી લાવવા અને મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨ નાં સંદેશાને લોકો સુધી પહોચડવા રેલી સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા અને મોરબી જીલ્લાનાં ૩૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં વિશ્વ મેલેરીયા દીવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા અને ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ દ્વારા નિદર્શન કરી વિદ્યાર્થી ઓને માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત ગ્રામ્ય લેવલે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા જુથ ચર્ચા, વ્યક્તીગત સંપર્ક, તેમજ મેલેરીયા અંગે નાં સાહીત્ય નાં વિતરણ, લોક આગેવાનોનાં સંદેશાઓ દ્વારા વગેરે પ્રચાર પ્રસારનાં માધ્યમોથી લોકોને મેલેરીયા અંગે માહીતગાર કરવામા આવેલ હતા મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે.એમ કતીરા, તેમજ જીલ્લા મેલેરીયા અધીકારી ડો.સી.એલ.વારેવડીયાએ મોરબી જીલ્લાનાં તમામ લોકો મેલેરીયા અંગે જાગ્રૂતી કેળવે અને ગુજરાત રાજ્ય તથા મોરબી જિલ્લાને મેલેરીયા મુકત બનાવવાં સાથ સહકાર આપે તે માટે અપીલ કરી હતી
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)