મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ
મોરબી જિલ્લાના પેન્શનરો માટે ૪ જુને રાજકોટમાં પેન્શન અદાલત યોજાશે
SHARE









મોરબી જિલ્લાના પેન્શનરો માટે ૪ જુને રાજકોટમાં પેન્શન અદાલત યોજાશે
રાજય સરકારના પેન્શનરો માટે નાણા વિભાગના, ગાંધીનગર દ્વારા વિવિધ પાંચ ઝોન ખાતે આગામી તારીખ ૪થી જુન-૨૦૨૨, શનિવારના રોજ બપોરના ૧૨:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક સુધી પેન્શન અદાલતનુ આયોજન કરવામા આવનાર છે.
આગામી તારીખ ૪થી જુન-૨૦૨૨ ના રોજ યોજાનાર આ પેન્શન અદાલતમાં રાજકોટ ઝોનમાં સમાવિષ્ટ દેવભુમીદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ માટે એ.વી.પારેખ ટેકનીકલ ઈન્સ્ટીટયુટ (કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ સેમીનાર હોલ), હેમુ ગઢવી હોલની સામે, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાશે.
પેન્શરો જે જિલ્લા તિજોરી કચેરી હસ્તક પેન્શન મેળવતા હોય તે જિલ્લા તિજોરી/પેન્શન ચુકવણા કચેરી, પેન્શનર સમાજ પાસેથી તથા https://financedepartment.gujarat.gov.in અને https://dat.gujarat.gov.in ની વેબસાઈટ પરથી અરજીનુ નિયત નમુનાનુ ફોર્મ મેળવી લઈ તેમા જરૂરી વિગતો ભરીને તા.૦૫/૦૫/૨૦૨૨ સુધીમા “હિસાબ અને તિજોરી નિયામકની કચેરી, બ્લોક નં-૧૭, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર” ને મોકલી આપવાની રહેશે. પેન્શનર
