વાંકાનેરમાં ફૂટપાથ ઉપર મોટરસાયકલ ચડી જતાં ફંગોળાઈ ગયેલા વૃદ્ધનું મોત
મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ
SHARE









મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રણ દિવસ સુધી પંચમહા કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં કટારીયા હનુમાન મંદિરના મહંત ભાનુપ્રસાદ આચાર્ય પદે બિરાજશે અને યજ્ઞની ધાર્મિક વિધી કરાવશે
મૂળ સરવાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઇ ચીખલિયાના ઘરે આજે તા ૨૬ થી લઈને ૨૮ તારીખ સુધી ત્રણ દિવસ પંચમહા કુંડી યજ્ઞ, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં આચાર્ય પદે કટારિયા હનુમાન મંદિરના મહંત ભાનુ પ્રસાદ બિરાજશે અને તેઓ દ્વારા ધાર્મિક વિધિ અને પંચમહા કુંડી યજ્ઞ કરવવામાં આવશે
