મોરબીમાં રૂપિયાની લેતીદેતીના હિસાબ માટે બોલાવીને યુવાનને માર મારવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ
મોરબીના બગથળા પાસે પોલીમર્સના કારખાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત
SHARE









મોરબીના બગથળા પાસે પોલીમર્સના કારખાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત
મોરબી નજીક બગથળા ગામ પાસે આવેલ પોલીમર્સના કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં જ મજુરી કામ કરતા યુવાને પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયાં કારણોસર આપઘાત કરે છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉચાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ સાઇન પોલીમર્સ નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં અનિલભાઈ મથુરભાઈ ભીલ જાતે આદિવાસી (ઉંમર ૨૬)એ પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકની પત્ની અશમિતાબેન અનિલભાઈ ભીલે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે
