મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર બાજુ જમવા માટે જતાં યુવાનને કાળનો ભેટો


SHARE











મોરબીના લાલપર બાજુ જમવા માટે જતાં યુવાનને કાળનો ભેટો

મોરબી નજીક લાલપર ગામ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇકને ટ્રક ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને યુવાનને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના માસીના દીકરા ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં પ્રિયા સીરામીકની સામે લાલપર ગામની સીમમાં સોલો સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતા સોનુભાઈ લક્ષ્મીરામ રાઠોર જાતે ઘાંચી (ઉંમર ૩૧) એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે ૩૬ ટી ૭૬૧૧ ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી નજીકના લાલપર ગામ પાસેથી તેનો માસીનો દીકરો દેવેશ ચંદ્રપ્રકાશ રાઠોર (ઉંમર ૨૧) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ એડી ૬૫૦૩ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રકચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતુ જેથી દેવેશને માથાના પાછળના ભાગે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને અકસ્માતની આ ઘટના બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળ પરથી નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના માસીના દીકરા ભાઈની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પ્રિયા સીરામીક પાસેથી મૃતક યુવાન જમવા માટે લાલપર બાજુ જઈ રહ્યોં હતો દરમિયાન માર્ગ અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું






Latest News