મોરબી જલારામ મંદિરે રામ નામ કે હીરે મોતી ફેઈમ અશોકભાઈ ભાયાણીની ભજન સંધ્યાનું આયોજન
મોરબી જિલ્લાના ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ગોલ્ડ મેડલ મેળવ્યા
SHARE









મોરબી જિલ્લાના ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ગોલ્ડ મેડલ મેળવ્યા
તાજેતર માં નેપાળ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુનિયાના જુદાજુદા દેશોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે મોરબી જિલ્લાના ત્રણ ખેલાડીએ ભારત દેશનું પ્રતિનિધિત્વ આ રમતગમત સ્પર્ધામાં કર્યું હતું અને ત્યાં ઉત્કૃષ્ઠ દેખાવ કરીને ત્રણેય ખેલાડીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેની વધુમાં માહિતી આપતા મોરબી તાલુકા પંચાયતના સભ્ય અશોકભાઇ દેસાઈએ જણાવ્યુ હતું કે, 5 th International Youth Games 2022 નું નેપાળ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના જસ્મીન મનીષભાઈ પટેલએ બેડમિન્ટનમાં, મોરબીના દીપ ગામીએ ઊંચી કુદ અને જયદીપ કણજરીયાએ બરછી ફેંકની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતનું નામ રોશન કર્યું છે
