મોરબી જિલ્લાના ત્રણ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ગોલ્ડ મેડલ મેળવ્યા
મોરબી સ્ટેટ જીએસટી કચેરીના કર્મચારી દ્વારા કાયમી નિમણુકના ઓર્ડર ન મળતા અનોખો વિરોધ
SHARE
મોરબી સ્ટેટ જીએસટી કચેરીના કર્મચારી દ્વારા કાયમી નિમણુકના ઓર્ડર ન મળતા અનોખો વિરોધ
ગુજરાત રાજ્ય નાં સ્ટેટ જીએસટી ડીપાર્ટમેન્ટમાં ૨૦૧૮ ની બેંચમાં નિંમણુંક પામેલ ૬૦ જેટલા સહાયક રાજ્ય વેરા કમિશનર, વર્ગ – ૧ સંવર્ગનાં અધિકારીઓને ૨ વર્ષનો પ્રોબેશન સમયગાળો સપ્ટેમ્બર - ૨૦૨૦ માં પુર્ણ થઇ ગયેલ છે જેને દોઢ વર્ષ જેટલો સમય થવા છતા આજ દિન સુધી કાયમી નિમણુકનો ઓર્ડર આપવામાં આવેલ નથી. જેથી અધિકારીઓ દ્રારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવેલ છે. જે હડતાલ પણ અનોખી રીતે કરવાનું નક્કિ કરેલ છે. જે મુજબ સવારનાં ૧૦:૩૦ થી સાંજે ૬:૧૦ સુધી કચેરી સમયમાં પોતાની ફરજ પુર્ણ કર્યા બાદ રાત્રીનાં ૧૨:૦૦ કલાક સુધી ઓફીસમાં જ બેસીને અલગ અલગ કામ કરવાની શરૂઆત કરેલ છે. આમ અનોખી રીતે હડતાલ કરવાનાં કારણે સરકારી કર્મચારીઓમાં ચર્ચાનો વિષય થયેલ છે. અને વધુમાં કચેરી સમય દરમ્યાન કપડાં પર કાળી પટ્ટી ધારણ કરી ઉપવાસ રાખી અજમાયશી સમયગાળો પૂર્ણ થયા બાબતના આદેશ ન થવા બાબતે હકારાત્મક વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જે મુજબ મોરબી સ્ટેટ જીએસટી કચેરી ખાતે સહાયક રાજ્ય વેરા કમિશનર અને કમિશનરનાં સ્પોર્ટમાં કચેરીનાં અન્ય સ્ટાફ દ્રારા પણ કાળી પટ્ટી પહેરી વિરોધ દર્શાવવામાં આવેલ હતો