મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત
લાલચ બૂરી બલા હૈ: મોરબીમાં જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવાનું કહીને ૫.૬૧ લાખથી વધુની છેતરપિંડી
SHARE









લાલચ બૂરી બલા હૈ: મોરબીમાં જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવાનું કહીને ૫.૬૧ લાખથી વધુની છેતરપિંડી
મોરબીમાં સામાકાંઠે વિસ્તારમાં સર્કિટ હાઉસની પાછળના ભાગમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા યુવાનના પિતાને જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવા માટે લાલચવીને દિલ્હીના બે શખ્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને ૫,૬૧,૯૪૯ ની છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટથી પાછળના ભાગમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરતાં વિશાલભાઈ નાનજીભાઈ મકવાણા (૪૧) એ દિલ્હીના મધુ શર્મા અને મહમદ અરશદની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ૧/૧/૨૦૨૧ થી લઈને ૨૬/૪/૨૦૨૧ દરમિયાન આરોપીઓએ તેના પિતા હયાત હતા ત્યારે તેઓની સાથે ફોન ઉપર વાત કરીને જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વિશ્વાસ કેળવીને તેના પિતા પાસેથી ૫,૬૧,૯૪૯ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી તથા તેના મૃત પિતાની સાથે બન્ને શખ્સો દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
