માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE

















મોરબીના જેપુર ગામ પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી યુવાન બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનના ભાઈએ ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મુળ મધ્યપ્રદેશના રહેવાથી અને હાલમાં મોરબીના જેપુર ગામે મનસુખભાઈ જેરામભાઈના મકાનમાં ભાડે રહેતા અને મજૂરી કામ કરતા રમેશભાઇ મોહનભાઈ ખરાડિયા જાતે આદિવાસી (ઉંમર ૩૫) એ ડમ્પર નંબર જીજે ૯ ઝેડ ૬૬૧૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ પારસ મોહનભાઈ ખરાડિયા (ઉંમર ૩૦) પોતાનું બાઇક નંબર જીજે ૬ એકે ૫૯૭૮ લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામના પાટીયાથી આગળ બગથળા ગામની ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું જેથી પારસને શરીરે ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માતના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વૃધ્ધનું મોત

વાંકાનેરના દીવાનપરા વિસ્તારની અંદર રહેતા મનુભા હેમંતસંગ જાડેજા (ઉમર ૭૨)ને ફેફસાના કેન્સરની બીમારી હોય રાત્રી દરમિયાન સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યા ન હોવાથી તેઓના પાડોશી મેહુલભાઈ પનારા રહે. દીવાનપરા વાળા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને ગયા હતા ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News