મોરબીના મકનસર નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબીની ઉમા ટાઉનશીપમાં પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE
મોરબીની ઉમા ટાઉનશીપમાં પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં પરિશ્રમ બી-૧૦૧ માં રહેતા હરનીશભાઈ વાગડિયાની પત્ની જીજ્ઞાશાબેન (ઉંમર ૩૨)એ કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સાવસર પ્લોટમાં આવેલા આયુષ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં આ બનાવની તપાસ બી ડિવિઝનના પીએસઆઇ એલ.એન. વાઢીયા ચલાવી રહ્યા છે અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો પાંચ વરસનો છે જો કે તેને કયાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેની હજુ તપાસ ચાલી રહી છે.
યુવતી ગુમ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં ગુંજન હોમ્સમાં રહેતા નયનકુમાર ખીમજીભાઈ કૈલા (ઉમર ૨૬) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બેન અર્ચનાબેન ખીમજીભાઈ કૈલા જાતે પટેલ (ઉંમર ૨૨) પોતાના ઘરે કોઇને કશું કહ્યા વગર ગત ૨૭/૪ ના સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ઘરેથી નીકળી ગયેલ છે અને ત્યાર બાદ ઘરે પરત આવેલ નથી જેથી કરીને યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની બહેન ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કરીને યુવતીને શોધવા માટેની કવાયત શરૂ કરેલ છે.