મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના મકનસર નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીના મકનસર ગામ પાસે પોલીસ હેડ કવાર્ટર નજીકથી અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામ નજીક પોલીસ હેડ કવાર્ટરના ખૂણા પાસે સર્વિસ રોડ ઉપર અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ પડયો હોવા અંગેની સહદેવભાઈ અવચરભાઈ દેગામા જાતે કોળી (ઉંમર ૨૩) રહે. નવા મકનસર વાળાએ પોલીસને જાણ કરી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક યુવાને વાદળી કલરનું જીન્સનું પેન્ટ અને વાદળી કલરનો શર્ટ પહેરેલો હોય તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે અને તેના પરિવારજનોને શોધવા માટેની તજવીજ શરૂ કરેલ છે

યુવતી ગુમ

મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતા રમેશભાઈ છગનભાઈ ચૌહાણ (ઉંમર ૫૫) એ પોતાની દીકરી પાયલબેન રમેશભાઈ ચૌહાણ (ઉંમર ૨૧) ઘરેથી ગુમ થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૨૪/૪ ના બપોરે અઢી વાગ્યાના અરસામાં સસ્તા અનાજની દુકાને રાશન લેવા માટે જાઉં છું એવું કહીને પાયલ ઘરેથી નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત નહીં આવતાં હાલમાં તેઓએ ગુમસુદા ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધું

મોરબીના ઘુટુ ગામ પાસે આવેલ રામકો સોસાયટીમાં રહેતી પરણીતા બિંદિયાબેન રાહુલભાઈ નાગર (ઉંમર ૨૩)એ પોતાના ઘરે કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક ૧૦૮ મારફતે તેના પતિ રાહુલભાઈ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો ચાર વર્ષનો છે અને તેને સંતાનમાં એક અઢી વર્ષની દીકરી છે જો કે, પરિણીતાએ ફિનાઇલ શા માટે પીધું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે








Latest News