ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ ૧૧ માં આવેલ વિસ્તારને બંધારણીય સુવિધાઓ પૂરી પાડવા આપની માંગ


SHARE

















મોરબીના વોર્ડ ૧૧ માં આવેલ વિસ્તારને બંધારણીય સુવિધાઓ પૂરી પાડવા આપની માંગ

મોરબી નગરપાલીકામાં વર્ષોથી વોર્ડ નંબર ૧૧ માં આવેલ રોલા રાતડીયાની વાડી, કપોરીની વાડી, શિયાળની વાડી, પાનેલીની વાડી, સામતાની વાડી તેમજ ખાનરોલાની વાડીમાં આશરે પાંચ હજારથી ઉપરની વસ્તી વસે છે. તેઓ હજુ પણ વર્ષોથી ભારત દેશ અને પાલિકા એકટ મુજબના બંધારણીય અધિકારોથી વંચિત છે.જેમાં મુખ્યતવે પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરનો વર્ષો જુનો પ્રશ્ન છે.આ વિસ્તારના રહીશો દ્વારા મોરબી નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી આ પ્રશ્નનો નિકાલ ન આવતા વિરતારના રહીશો સાથે આમ આદમી પાર્ટી મોરબી શહેર ટીમ દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરેલ કે કોઈપણ પ્રકારનો વહાલા દહોલાની નીતિથી બહાર આવી લોકોના પ્રશ્નો માટે મદદરૂપ થાવ.અન્યથ આમ આદમી પાર્ટી આ વિસ્તારના લોકોને સાથે રાખીને જન આંદોલન કરશે તેવું આવેદનપત્રમાં પણ જણાવવામાં આવેલ છે.આ સમયે આમ આદમી પાર્ટી પ્રમુખ મુકેશ હડિયાલ, ઉપ પ્રમુખ અરવિંદ ગઢવી, રાજેન્દ્રસિંહ ઝાલા, શહેર મંત્રી વિશાલ દવે, મહિલા પ્રમુખ અલ્પાબેન કકડ, લઘુમતી સેલ પ્રમુખ કરીમભાઇ જામ, યુવા ટીમમાંથી હુસેન શાહમદાર, વૉર્ડ નંબર ૧૧ ના પ્રમુખ પ્રફુલભાઈ નકુમ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News