માળિયા મિંયાણાના ખીરઇ ગામ પાસે ડબલ સવારી બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતાં એકનું મોત, એક સારવારમાં
ટંકારામાં પતિને નોકરી અપાવવાની લાલચે પરિણીતાની પજવણી કરનારનો જામીન પર છુટકારો
SHARE









ટંકારામાં પતિને નોકરી અપાવવાની લાલચે પરિણીતાની પજવણી કરનારનો જામીન પર છુટકારો
મોરબીની સેસન્સ કોર્ટ દ્વારા માજી આર્મીમેન શીવાજી પાટીલનો ટંકારા પોલીસ સ્ટેશને નોંધાયેલ એટ્રોસીટી અને આઈ.પી.સી કલમ ૩૫૪ (ડી), ૫૦૪ , ૫૦૬ (૨) તથા આઈ.ટી એકટની કલમોમાં જામીન પર છુટકારો કરાયો હતો.
ટંકારા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરીયાદીએ પોતાની સાથે પોતાના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી અવાર-નવાર ફરીયાદીની મરજી વીરુધ્ધ તથા રૂબરૂ વાતચીત કરી હેરાન પરેશાન કરી ફરીયાદી સાથે વાર્તાલાપ વધારવા તથા તેની સાથે સબંધ રાખવા મોબાઈલ ફોનથી પીછો કરી ફ૨ીયાદીને તથા સાહેદ ફરીયાદીના પતિના મોબાઈલમાં આરોપીએ પોતાના મોબાઈલ ઉપરથી મોકલી વાયરલ કરી અને વધુ વાયરલ કરવાની ધમકી આપીગુનો કરેલાની ફરીયાદ આપી હતી. ઉપરોક્ત ફરીયાદ ઉપરથી ટંકારા પોલીસે આરોપી વીધ્ધ આઈ.પી.સી ક્લમ ૩૫૪ (ડી) ૫૦૪, ૫૦૬ (૨) તથા આઈ.ટી એકટની કલમ ૬૭ એ મુજબનો ગુનો નોંધ્યો હતો.બાદમાં આ કામે ટંકારા પોલીસે એટોસીટી એકટની કલમ ૩(૨) ૫ એ મુજબની કલમનો ઉમેરો કર્યો હતો. આરોપી તરફ મોરબી જીલ્લાના જાણીતા એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારતે જામીન મેળવવા અરજી દાખલ કરેલ અને દલીલ કરીને જણાવેલ કે આરોપીએ આવો કોઈ ગુનો કરેલ નથી.પોતે નીવૃત આર્મીમેન હોય સમાજમાં આબરદાર વ્યકતી હોય આરોપીએ કોઈ બળજબરી પૂર્વકનું કૃત્ય કરેલ નથી.આરોપીએ કોઈ ચેટ વાયરલ કરેલ નથી.આરોપીએ સબંધનો કોઈ દુરઉપયોગ કરેલ નથી.પોતે મહારાષ્ટ્રના કાયમી રહેવાશી છે અને કયાંય નાશીભાગી જાય તેમ નથી.તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા ૨જુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપભાઇ અંગેચાણીયાની દલીલોને માન્ય રાખીને આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત એ દીલીપભાઈ અંગેચાણીયા, દેવજી વાઘેલા, જીતેન અંગેચાણીયા, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ, દીવ્યા સીતાપરા વિગેરે રોકાયેલા હતા.
લેન્ડ ગ્રેબીંગ કેસમાં જામીન ઉપર છુટકારો
મો૨બી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ રાજેશભાઈ ધનાભાઈ ડાભી જાતે કોળીનો જામીન પર છુટકારો કરાયો છે.મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદીએ ફરીયાદ નોંધાવી હતી કે આરોપીએ ફરીયાદીની માલીકીની વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામના સર્વે નંબર ૯૮/૧ વાળી છે. ૧-૧૩–૩૧ ની આશરે ૬ વીઘા જેટલી જમીન પચાવી પાડવાના આશયથી પોતાનો અનઅધીકૃત કબ્જો ચાલુ રાખી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી ગુનો કર્યા બાબતની વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ- ૪ (૧)(૩) પ (સી) મુજબ નોંધી ધરપકડ કરવામાં આવી હતી.આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ.આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નિર્દોષ છે.ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે.આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે. અમો આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી.પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ ૨જુ ક૨ેલ.આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી ત૨ફે મો૨બી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જે.ડી.સોલંકી, જીતેન અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ, દીવ્યા સીતાપરા, ડીમ્પલ રૂપાલા, શૈહનાજ ખાન રોકાયેલા હતા.
