મોરબીના શનાળા ગામે જેઠના ઘરે જતી મહિલાના ગળામાંથી ૨.૭૦ લાખના દાગીનાની ચીલઝડપ
મોરબીના શનાળા ગામે જેઠના ઘરે જતી મહિલાના ગળામાંથી ૨.૭૦ લાખના દાગીનાની ચીલઝડપ
SHARE









મોરબીના શનાળા ગામે જેઠના ઘરે જતી મહિલાના ગળામાંથી ૨.૭૦ લાખના દાગીનાની ચીલઝડપ
મોરબીના નજીકના વીરપર ગામે લગ્ન પ્રસંગ પૂરો કરીને શનાળા ગામે રહેતા જેઠાના ઘરે જવા માટે મહિલા તેની ભાભી સાથે જતી હતી ત્યારે અજાણ્યો યુવાન તેની પાસે બાઇક લઈને આવ્યો હતો અને મહિલાએ ગળામાં પહેલા સોનાના દાગીનાની ચીલઝડપ કરીને નવ તોલાના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી છે જેથી કરીને પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના મકનસર (ગોકુલનગર) સ્વામીનારાયણ મંદીરની પાછળ રહેતા ચેતનાબેન ધર્મેશભાઇ કરકટા જાતે રબારી (ઉ.૩૩)એ હાલમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને એક અજાણ્યો આસરે ૨૫ વર્ષનો યુવાન કે જેને કોફી કલરનો શર્ટ તથા કાળુ પેન્ટ પહેરેલ હતું અને ગળામાં કપડાની લુંગી રાખી હતી તેની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શકત શાનાળા માતાજીના મંદિર પાછળની શેરીમાંથી જતાં હતા ત્યારે ત્યાં આવેલ આ અજાણ્યા શખ્સે આવીને ફરિયાદી મહિલાએ ગળામાં પહેરેલ સોનાના દાગીના પૈકી પયહાર તથા પાટી પારો મળી આશરે નવ તોલાના દાગીના જેની કિંમત ૨,૭૦,૦૦૦ ગળામાંથી ઝુંટવીને ગળાના ભાગે મુંઢ ઇજા કરીને પછાળી દઇ હાથમાં પણ મુંઢ ઇજા કરી હતી ચીલઝડપ કરીને આરોપી નાશી ગયો છે જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી કલમ ૩૭૯ (ક)(૩)(૪) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ચેતનાબેન ધર્મેશભાઇ કરકટાતેની દીકરીને સાથે લઈને મોરબી નજીક આવેલા વીરપર ગામે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને ત્યાં પ્રસંગ પૂરો કરીને તે પોતાના ભાભી અને દીકરી સાથે શનાળા ગામે રહેતા તેના જેઠાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સે ત્યાં આવીને ચીલઝડપ કરીને ચોરીની આ ઘટનાને અંજામ આપેલ છે.
