મોરબીના શનાળા ગામે જેઠના ઘરે જતી મહિલાના ગળામાંથી ૨.૭૦ લાખના દાગીનાની ચીલઝડપ
વાંકાનેર શહેનશાહ હઝરત શાહ બાવા ઉષૅની શાનો શોકતથી શાનદાર ઉજવણી કરાઇ
SHARE









વાંકાનેર શહેનશાહ હઝરત શાહ બાવા ઉષૅની શાનો શોકતથી શાનદાર ઉજવણી કરાઇ
(શાહરૂખ ચૌહાણ) કહેવાય છે કે વાંકાનેર શહેર શાહબાવા અને નાગાબાવા બન્ને મિત્રોએ વસાવેલું શહેર છે. શાહબાવાના જીવનકાળ દરમ્યાન તેમને ઉપયોગ લીધેલા ગાદી, તકિયા ધોકો... વિગેરે આજે પણ વાંકાનેર રાજ પરિવારે સંપૂર્ણ ઇજ્જત સાથે સાચવીને રાખેલ છે. જેમને શાહબાવાના શ્રદ્ધાળુઓને દિદાર માટે રાજ પરિવાર દર વર્ષે ઉર્ષ કમિટીને આપે છે. લોકો તેમના દિદાર કરે છે. આ ગાદી-તકિયા અને પાઘડી વગેરે જેવી વસ્તુઓ.. જેને શાહબાવાએ જીવનમાં ઉપયોગમાં લીધેલી હતી એ વસ્તુઓ સાથે જોરાવીર પીરની દરગાહથી શાહબાવા દરગાહ સુધી જુલુસમાં માર્કેટ ખાતે મુસ્લિમ એકતા ગૃપ દ્વારા ઠંડા પાણી અને શરબત છાશ વિતરણ કરવામાં આવ્યું હતું આ ગ્રુપ દ્વારા વાંકાનેર પીઆઇ એન.એ. વસાવા તથા હીરાભાઈ મજેઠીયા અને મમદભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાહબાવાને ત્યાં ચાદર ચઢાવવામાં આવે છે. આ વિધિમાં રાજ પરિવારના મહારાણા કેસરીદેવસિંહ અને ગુલમામદભાઈ બ્લોચે ખાસ હાજરી આપી હતી. તેઓએ પણ ચાદર ચઢાવી હતી. આ ઉર્ષમા વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાભરમાંથી શ્રદ્ધાળુ લોકો ઉમટી પડ્યા હતા અને તેઓ માટે ખાસ ન્યઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ન્યાઝની વ્યવસ્થા રામચોક, બાજુમાં આવેલ મંદિર અને બ્રાહ્મણની ભોજનશાળામાં રાખવામાં આવે છે. એ પણ એક હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે છે દરવર્ષે રમજાન ઈદના બીજા દિવસે શાહબાવાનો ઉર્ષ હોય છે. જેમા બપોરના ન્યાજ હોય છે અને રાત્રે ઈશાની નમાજ બાદ અંદર ચલાવવામાં આવે છે.
