મોરબીના એડવોકેટ પિયુષભાઈ રવેશીયના માત-પિતા, બહેન-ભાણેજ સહિત પાંચના અકસ્માતમાં મોત
મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા
SHARE









મોરબી નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃતકોને ચાર લાખની સરકારની જાહેરાત: મેરજા
મોરબીના માળીયા ઉપર ગોઝારો વાહન અકસ્માતના બનાવો બન્યો હતો જેમાં કચ્છમાં માતાજીનો હવનમાંથી લોહાણા પરિવાર પરત આવી રહ્યો હતો ત્યારે એક જ પરિવારના ચાર સભ્યો અને અન્ય એક એમ કુલ મળીને પાંચ વ્યકટીના મોત નિપજ્યાં છે ત્યારે તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની સરકારે જાહેરાત કરી છે તેવી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે
કચ્છના કટારીયા ગામે રવેશિયા પરિવારનો માતાજીનો યજ્ઞ હોય તે નિમિતે રાજકોટ, મોરબી સહીતની જગ્યાએથી રવેસીયા પરિવારના લોકો કચ્છ ગયા હતા.જેમાં એડવોકેટ પિયુષભાઈ રવેસીયા તેમજ તેના બનેવીનો પરિવાર જુદીજુદી કારમાં ત્યાં ગયો હતો અને ત્યાથી તેના બનેવીની કારમાં પિયુષભાઈના માતા-પિતા તેમજ તેમના બેન-બનેવી અને ભાણેજ એમ પાંચ લોકો મોરબી પરત આવી રહ્યા હતા ત્યારે માળીયા હાઇવે ઉપરના રોટરીનગર ગામ પાસે તેઓના બનેવીના કારને અકસ્માત નડ્યો હતો જેમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં છે તેમજ સામેના વાહનમાં બેઠેલા લોકોમાંથી એક વ્યક્તિ એમ કુલ મળીને પાંચ લોકોના મોત નિપજતા આ બનાવની તાત્કાલિક સરકારને મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા જાણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોહાણા પરિવારને સંતાવના પાઠવીને તમામ મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજા ગ્રસ્તોને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી છે તેવું મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે
