મોરબીના શનાળા રોડે આવેલ સિંચાઈ વિભાગની કચેરી અંગે આરટીઆઈ કરી માહિતી મંગાઈ
મોરબીના એડવોકેટ પિયુષભાઈ રવેશીયના માત-પિતા, બહેન-ભાણેજ સહિત પાંચના અકસ્માતમાં મોત
SHARE









મોરબીના એડવોકેટ પિયુષભાઈ રવેશીયના માત-પિતા, બહેન-ભાણેજ સહિત પાંચના અકસ્માતમાં મોત
મોરબીના માળીયા હવે ઉપર આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ગોઝારો વાહન અકસ્માતના બનાવો સર્જાયો હતો જેમાં કચ્છમાં માતાજીનો હવન હોય ત્યાંથી પરત મોરબી આવી રહેલા લોહાણા પરિવારની કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર કુદાવીને સામેથી આવતા ટેમ્પો ટ્રાવેલર વાહન સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જે બનાવી અંદર મોરબીના જાણીતા એડવોકેટ પિયુષભાઈ રવેશિયાના માતા, પિતા, બહેન અને ભાણેજ એમ એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નીપજયા છે અને સામેના વાહનના એક વ્યક્તિનું મોત નીપજ્યું છે આમ કુલ મળીને પાંચ વ્યક્તિના મોત નિપજ્યાં છે અને આ બનવાની જાણ થતાં મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ લોહાણા સમાજના લોકો તાત્કાલિક સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા હતા
કચ્છના કટારીયા ગામે રવેશિયા પરિવારનો માતાજીનો યજ્ઞ હોય તે નિમિતે રાજકોટ, મોરબી સહીતની જગ્યાએથી રવેસીયા પરિવારના લોકો કચ્છ ગયા હતા.જેમાં એડવોકેટ પિયુષભાઈ રવેસીયા તેમજ તેના બનેવીનો પરિવાર જુદીજુદી કારમાં ત્યાં ગયો હતો અને ત્યાથી તેના બનેવીની કારમાં માતા-પિતા તેમજ તેમના બેન-બનેવી અને ભાણેજ એમ પાંચ લોકો હતા અને યજ્ઞમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે માળીયા હાઇવે ઉપરના રોટરીનગર ગામ પાસે તેઓના બનેવીના કારને અકસ્માત નડ્યો હતો અને કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર કુદીને સામેના રોડ ઉપરથી આવી રહેલ ટેમ્પો ટ્રાવેલ્સ વાહન સાથે અથડાઇ હતી અને બાદમાં અન્ય એક વાહન પણ અથડાતા વાહન અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં એડવોકેટ પિયુષભાઇ રવેસીયાના માતા-પિતા, બહેન તેમજ ભાણેજ એમ એક જ પરિવારના ચાર લોકોનું તેમજ સામેના વાહનમાં સવરા એક વ્યક્તિ એમ કુલ મળીને પાંચ લોકોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા રોટરીનગર ગામની પાસે આજે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં કાર નંબર જીજે ૩૬ એસી ૩૫૭૮ નું ટાયર ફાટ્યું હતું જેથી કરીને કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ ઉપરથી આવી રહેલી ટેમ્પો ટ્રાવેલર વાહન સાથે અથડાઈ હતી. જેથી કરીને બે વાહનોની અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં મોરબીમાં રેવન્યુ પ્રેકટીશ કરતા શહેરના જાણીતા એડવોકેટ પિયુષભાઈ રવેસીયાના પરિવારના ચાર લોકો ભોગ બન્યા હતા.જેમાં વાહન અકસ્માતના ઉપરોક્ત બનાવમાં પિયુષભાઈ રવેસીયાના પિતા મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા (ઉમર ૬૫), માતા સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા (ઉમર ૬૨), બહેન તલાટીમંત્રી જીજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉમર ૩૮) અને તેઓના ભાણેજ રીયાંશ ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉંમર ૨.૫) ના ઘટના સ્થળે મોત નિપજયા હતા એક જ પરિવારનાં ચાર લોકોના મોત નીપજતા શહેરમાં વાત ફેલાતા કમકમાટી વ્યાપી ગઈ હતી.
તેમજ સામેના એક વાહનમાં સવાર ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈ (ઉમર ૪૩) રહે.જુનાવાસ, માધાપર કચ્છનું પણ ઉપરોક્ત બનાવમાં મોત નિપજયુ છે.જયારે કાર ચલાવી રહેલા એડવોકેટ પિયુષભાઈ રશિયાના બનેવી ઘનશ્યામભાઈ જોબનપુત્રાને ગંભીર ઇજાઓ પહોંચી હોય તેઓને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ ઘનશ્યામભાઈ મોરબીના શનાળા રોડ ઉપર શુભ હોટલની પાછળ આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહે છે અને ઘડિયાળની ડાય બનાવવાનું તેઓને લાતી પ્લોટમાં કારખાનુ છે. હાલમાં ઉપરોક્ત ગોજારા વાહન અકસ્માતના બનાવને પગલે સમગ્ર મોરબી પંથકમાં ચકચાર મચી ગઈ છે અને બનાવને પગલે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તેમજ લોહાણા સમાજના આગેવાનો અને અન્ય આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભોગ બનેલા પરિવારને સાંત્વના આપી રહ્યા હતા.
વધુમાં મળતી માહિતી મુજબ જે કારમાં અકસ્માત સર્જાયો તે કાર જે ટેમ્પો ટ્રાવેલર વાહન સાથે અથડાઈ હતી તે કચ્છના માધાપરથી નીકળી હતી કચ્છના માધાપરના હિરાણી અને ડબાસીયા પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયા હતા જેમાં ૧૨ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ટેમ્પો ટ્રાવેલરમાં ગયા હતા અને તેઓ છ દિવસ ફર્યા બાદ પરત કચ્છ જઇ રહ્યા હતા અને ચોટીલાથી નીકળીને તેઓ મોરબી પહોંચ્યા હતા અને મોરબી ખાતે થોડા સમય પહેલાં જ નાસ્તો પાણી કરીને કચ્છ તરફ જવા માટે ચાલતા થયા હતા તે દરમિયાન કચ્છ તરફથી મોરબી બાજુ આવી રહેલી ઉપરોક્ત રવેસીયા પરિવારની કારનું ટાયર ફાટતા ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાયું હતું અને જેમાં ટેમ્પો ટ્રાવેલ્સ પલ્ટી મારી જતાં તેમાં સવાર જાદવજીભાઈ રવજીભાઈ ભુડીયા (ઉમર ૪૩) રહે.જુનાવાસ માધાપર કચ્છનું પણ ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.તેમજ ટેમ્પો ટ્રાવેલ્સમાં સવાર ભરતભાઈ વિશ્રામભાઇ ડબાસીયા (૪૩), ભરતભાઇ ધનજીભાઈ હિરાણી (૩૮), મંજુલાબેન ભરતભાઈ ડબાસીયા (૪૦), વનીતાબેન ભરતભાઈ જીવાણી (૩૬) અને દેવ ભરતભાઈ હિરાણી (૯) ને ઇજાઓ પહોંચતા તેઓને અહીંની ક્રિષ્ના તેમજ અન્ય હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
