મોરબી જીલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સની ટીમ વિજેતા
મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોતના બનાવમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE









મોરબી નજીક સર્જાયેલ અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોતના બનાવમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના માળીયા હવે ઉપર ગઇકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ગોઝારો વાહન અકસ્માતના બનાવો સર્જાયો હતો જેમાં કચ્છમાં માતાજીનો હવન હોય ત્યાંથી પરત મોરબી આવી રહેલા લોહાણા પરિવારની કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર કુદાવીને સામેથી આવતા ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાઇ હતી અને તે વાહન આઈ ટેન કાર સાથે અથડાઇ હતી જેથી ત્રિપાલ અકસ્માત સર્જાયો હતો જેમાં મોરબીના એડવોકેટ પિયુષભાઈ રવેશિયાના માતા, પિતા, બહેન અને ભાણેજ એમ એક જ પરિવારના ચાર તેમજ ટેમ્પો ટ્રાવેલ્સમાં બેઠેલા લોકો પૈકીનાં એક અમે કુલ મળીને પાંચ લોકોના મોત નીપજયા હતા જેથી સરકારે મૃતકને ચાર ચાર લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦ હજારની જાહેરાત કરી હતી અને આ બનાવમાં આઇટેનના ચાલકે હાલમાં હ્યુન્ડાઇ ઇયોન કારના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરલે છે
કચ્છના કટારીયા ગામે રવેશિયા પરિવારનો માતાજીનો ગઇકાલે યજ્ઞ હતો જેથી રાજકોટ, મોરબી સહીતની જગ્યાએથી રવેસીયા પરિવારના લોકો કચ્છ ગયા હતા.જેમાં એડવોકેટ પિયુષભાઈ રવેસીયા તેમજ તેના બનેવીનો પરિવાર જુદીજુદી કારમાં ત્યાં ગયો હતો અને ત્યાથી તેના બનેવીની કારમાં પિયુષભાઈના માતા-પિતા તેમજ તેમના બેન-બનેવી અને ભાણેજ એમ પાંચ લોકો આવી રહ્યા હતા ત્યારે માળીયા હાઇવે ઉપરના અમરનગર ગામ પાસે પિયુષભાઈના બનેવીની કારનું ટાયર ફાટતાં કાર ડીવાઇડર કુદીને સામેના રોડ ઉપરથી આવી રહેલ ટેમ્પો ટ્રાવેલ્સ વાહન સાથે અથડાઇ હતી અને ટેમ્પોના ચાલકે તેનું વાહન દૂર કરવા જતાં આઇટેન કાર સાથે અકસ્માત સર્જાયો હતો આમ ત્રિપાલ અકસ્માત થયો હતો
ગઇકાલે મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલા અમરનગર ગામની પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં હ્યુન્ડાઇ ઇયોન કાર નંબર જીજે ૩૬ એસી ૩૫૭૮ નું ટાયર ફાટ્યું હતું જેથી કરીને કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ ઉપરથી આવી રહેલી ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાઈ હતી. આ બનાવમાં એડવોકેટ પિયુષભાઈ રવેસીયાના પિતા મહેન્દ્રભાઈ પ્રાગજીભાઈ રવેશિયા (ઉમર ૬૫), માતા સુધાબેન મહેન્દ્રભાઈ રવેશિયા (ઉમર ૬૨), બહેન તલાટીમંત્રી જીજ્ઞાબેન ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉમર ૩૮) અને તેઓના ભાણેજ રીયાંશ ઘનશ્યામભાઈ જોબનપુત્રા (ઉંમર ૨.૫) ના ઘટના સ્થળે મોત નિપજયા હતા તેમજ ટેમ્પો ટ્રાવેલ્સમાં બેઠેલા લોકોમાંથી ભુડિયા જાદવજીભાઈ રવજીભાઈ (ઉમર ૪૩) રહે. જુનાવાસ, માધાપર કચ્છ વાળાનું મોત નીપજયું હતું
અને પિયુષભાઈના બનેવી ઘનશ્યામભાઈ જોબનપુત્રા સહિતના જેટલા પણ લોકોને ઇજાઓ થયેલ હતી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં મળતી વિગતો મુજબ ઘનશ્યામભાઈ મોરબીના શનાળા રોડ ઉપર શુભ હોટલની પાછળ આવેલા રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહે છે અને ઘડિયાળની ડાય બનાવવાનું તેઓને લાતી પ્લોટમાં કારખાનુ છે. અને ગોજારા અકસ્માતના બનાવની જાણ થતાં રાજ્યના આંત્રી અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તેમજ લોહાણા સમાજના આગેવાનો અને અન્ય આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભોગ બનેલા પરિવારને સાંત્વના આપી હતી તેમજ આ બનવાની તાત્કાલિક સરકારને મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા જાણ કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોહાણા પરિવારને સંતાવના પાઠવીને મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી હતી
વધુમાં પોલીસ પાસેથી જાણવા મળેલ વિગત મુજબ ટેમ્પો ટ્રાવેલ્સ કચ્છના માધાપરથી નીકળી હતી અને કચ્છના માધાપરમાં રહેતા હિરાણી અને ડબાસીયા પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયા હતા આ વાહનમાં કુલ ૧૨ લોકો હતા જે છ દિવસ ફર્યા બાદ પરત કચ્છ જઇ રહ્યા હતા અને મોરબી નજીક નાસ્તો કરવા રોકાયા બાદ તેઓ આગળ વધી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં જાદવજીભાઈ રવજીભાઈ ભુડીયા (ઉમર ૪૩) રહે.જુનાવાસ માધાપર કચ્છનું પણ ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ. અને ભરતભાઈ વિશ્રામભાઇ ડબાસીયા (૪૩), ભરતભાઇ ધનજીભાઈ હિરાણી (૩૮), મંજુલાબેન ભરતભાઈ ડબાસીયા (૪૦), વનીતાબેન ભરતભાઈ જીવાણી (૩૬) અને દેવ ભરતભાઈ હિરાણી (૯) ને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે કસેડવામાં આવ્યા હતા
હાલમાં અકસ્માતના આ બનાવમાં મોરબીના સાવસર પ્લોટમાં આવેલ શ્રીમાં હોસ્પીટલમાં રહેતા હાર્દ લલીતભાઇ ટીલવા જાતે પટેલ (ઉ.૨૭)એ હ્યુન્ડાઇ ઇયોન કાર નંબર જી.જે. ૩૬ એ.સી ૩૫૭૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હ્યુન્ડાઇ ઇયોન કાર ટેમ્પો ટ્રાવેલ્સ ઉપર પડી રહી હતી ત્યારે તેના ચાલકે પોતાનું વાહન બચાવવા જતાં ટેમ્પો ટ્રાવેલ્સ તેની આઇટેન કાર નંબર જી.જે. ૫ જે.ડી ૭૦૮૨ સાથે અથડાઇ હતી જેથી હાલમાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
