હળવદમાં સર્કીટ હાઉસ સામે અકસ્માત સર્જીને એકનું મોત નિપજાવનાર ટ્રક ટ્રેલરના ચાલકની ધરપકડ
એસટીની બલિહારી: મોરબીના જૂના બસ સ્ટેશનથી જામનગર સુધીની બસમાં કિલોમીટર-ભાડામાં તફાવત !
SHARE









એસટીની બલિહારી: મોરબીના જૂના બસ સ્ટેશનથી જામનગર સુધીની બસમાં કિલોમીટર-ભાડામાં તફાવત !
સામાન્ય રીતે કોઈ એક શહેરથી બીજા શહેર જવા માટેનું અંતર એક જ સમાન હોય છે પરંતુ એસ.ટી. વિભાગ દ્વારા એક જ સેન્ટર ઉપરથી બીજા સેન્ટર જવા માટે અલગ-અલગ એસટી ડેપોની બસોને દોડાવવામાં આવે છે તેમાં અલગ-અલગ કિલોમીટર દર્શાવવામાં આવે છે અને ભાડું પણ અલગ-અલગ વસૂલવામાં આવે છે જેથી કરીને મુસાફરોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે અને આવી જ ઘટના મોરબીની અંદર આવી છે જેમાં મોરબીથી જામનગર સુધી જવા માટેનું અંતર એસટીની જુદી જુદી બે બસોમાં અલગ અલગ બતાવવામમાં આવે છે અને ભાડું પણ તે મુજબ અલગ-અલગ વસૂલવામાં આવે છે
મોરબીથી જામનગર જવા માટે મોરબીથી એસટી બસો દોડાવવામાં આવે છે તે ઉપરાંત વડનગર અને ભુજ ડેપોની બસ પણ મોરબી થઈને જામનગર તરફ જતી હોય છે ત્યારે આ બસની અંદર એક જ સેન્ટર એટલે કે જૂના બસ સ્ટેન્ડથી જામનગર સુધીનું અંતર અલગ અલગ એસટી ડેપોની બસમા અલગ અલગ દર્શાવવામાં આવી રહ્યું છે જેથી કરીને હાલમાં મુસાફરો પણ મૂંઝવણમાં મૂકાયેલા છે જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જૂના બસ સ્ટેન્ડથી જામનગર સુધી વડનગર ડેપોથી આવતી બસ જાય છે તેમાં ૧૧૮ કિલોમીટર અંતર દેખાડવામાં આવે છે અને તેનું ભાડું ૯૮ રૂપિયા લેવામાં આવે છે જો કે, ભુજથી જામનગર તરફ જતી બસની અંદર મોરબીના જૂના બસ સ્ટેન્ડથી જામનગર જતી બાદમાં અંતર ૧૦૬ કીલોમીટર બતાવે છે અને ભાડું ૯૬ રૂપિયા લેવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે મોરબીના જૂના બસસ્ટેન્ડથી ઉપડતી બસની અંદર જામનગર સુધી પહોંચવાના અંતરમાં આટલો બધો તફાવત કેમ આવી રહ્યો છે અને આ તફાવતને કારણે મુસાફરોની ટિકિટમાં પણ વધારે રૂપિયા આપવા પડે છે ત્યારે ક્યાંકને ક્યાંક એસટી વિભાગની બેદરકારીને કારણે મુસાફરોને વધુ ટિકિટ આપવી પડતી હોય તેવો ઘાટ જોવા મળ્યો છે જેથી કરીને એસ.ટી વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારીઓ દ્વારા આ મુદ્દે યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માગણી મુસાફરોએ વ્યક્ત કરી છે
