મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

ટંકારાના ઘુનડા પાસે નવા બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખન્ન !: મુખ્યમંત્રીને રજૂઆત


SHARE

















ટંકારાના ઘુનડા પાસે નવા બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખન્ન !: મુખ્યમંત્રીને રજૂઆત

ટંકારાથી ઘુનડા ગામને જોડતો રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ત્યાં માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી જેથી લોક જાગૃતિ મંચ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે

લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ટંકારાથી ઘુનડા ગામને જોડતો રસ્તો બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં બેદરકારી રાખવામાં આવી રહી છે અને નબળી કક્ષાનો રોડ બનાવવામાં આવી રહયો છે આટલું જ નહી ધુનડા ગામ પાસે આવેલ રાતીધાર વિસ્તારમાંથી માટીનું ખન્ન કોઈ પણ પ્રકારની મંજૂર વગર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને રોડની બન્ને સાઈડમાં તે માટી નાખવામાં આવી રહી છે આ અંગે સરપંચ સાથે વાતચીત કરી હતી ત્યારે સરપંચે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની મંજૂરી માટીનું ખોદકામ કરવા માટે આપવામાં આવી નથી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને નબળી કક્ષાનું કામ કરવામાં આવી રહ્યું છે તો પણ સ્થાનિક અધિકારી આ કામગીરી સામે આંખ આડા કાન કરી રહ્યા હોય ખાણ ખનીજ વિભાગના અધિકારી તેમજ જવાબદાર બાંધકામ વિભાગના અધિકારીઓની સામે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જોકે આગામી દિવસોમાં સરકાર દ્વારા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સામે પગલાં લેવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે

 




Latest News