મોરબીના પીપળી રોડે આવેલ કારખાનામાં કિલન બ્લાસ્ટ મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE

















મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી યુવાન પોતાનું સ્કૂટર લઈને જતો હતો ત્યારે સ્કૂટરના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને માથાના ભાગે ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું છે.જે બનાવમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી વૃંદાવન એસટી ડેપોની પાછળ રહેતાં જ્યોતિબેન જીતેશભાઈ રાઠોડ (ઉંમર ૪૩) એ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં પોતાના મૃતક પતિની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મૃતક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી જયોતિબેને જણાવ્યું છે કે તેના પતિ જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉમર ૪૫) સ્કૂટર લઈને તેના પિતાના ઘરે ગત તા.૭-૫ ના રોજ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્કૂટર ચાલક જીતેશભાઇએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાહન સ્લીપ થઈ ગયું હતું. જેથી જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ નિચે પટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું મૃત્યુ નીપજયું હતુ. તેઓ પોતાના પિતાના ઘરે વાંકાનેર ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો જેમાં યુવાનું મોત નીપજયું છે હાલમાં મૃતક જીતેશભાઇના પત્નીની ફરિયાદ લઈને તાલુકા પીએસઆઇ આઈ.એમ. અજમેરીએ રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બમ્પના લીધે અકસ્માત

સુરેન્દ્રનગરના કારેલા ગામના વતની વિલાસબેન અશોકભાઈ ધાકડીયા નામની ૨૬ વર્ષીય મહિલા મોટર સાયકલમાં પાછળ બેસીને મોરબી-વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામની પાસે રોડ ઉપર બનાવવામાં આવેલા બમ્પમાં તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા વિલાસબેન ધાકડીયાને અહીંની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.અત્રે નોંધનીય છે કે હાઇવે, સર્વીસ રોડ તેમજ મોરબી સીટી વિસ્તાર અને સોસાયટી વિસ્તારોમાં આડેધડ કરવામાં આવેલા બમ્પ હાલ લોકો માટે ત્રાસદાયક બની ગયા છે તે નરી વાસ્તવીકતા છે.

 




Latest News