ટંકારાના ઘુનડા પાસે નવા બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખન્ન !: મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે
SHARE









મોરબીમાં ૧૦૦ લોકો બૌધ્ધ વિહાર ખાતે બોધ્ધ ધર્મ અપનાવશે
મોરબીના લીલાપર ગામે રહેતા સામાજીક આગેવાન તેના પરિવાર સહિતના લોકો સાથે બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે અને આગામી દિવસોમાં બૌધ્ધ વિહાર ખાતે તેઓ બોધ્ધ ધર્મ અપનાવશે
મોરબી જીલ્લાના લીલાપર ગામના રહેવાસી ગૌતમભાઇ મકવાણા સામાજીક આગેવાન છે જે પોતે અને તેના પરીવારના સભ્યો હીન્દુ ધર્મ છોડીને બોધ્ધ ધર્મ અપનાવી રહ્યા છે. જે અંગે ગૌતમભાઇ સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ છે કે, મોરબીમાં વિજયનગરમા આવેલ બૌધ્ધ વિહાર ખાતે આગામી તા.૨૭-૫ ના રોજ મોરબીના અનુસુચિત જાતિના આશરે ૧૦૦ લોકો બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે. વધુમાં ગૌતમભાઇ મકવાણાએ જણાવેલ છે કે તેઓ અનુસુચિત જાતીના છે જેથી તેમની સાથે જાતીગત ભેદભાવ રાખવામા આવે છે. આભડછેટ રાખવામા આવે છે.અનુસુચિત જાતીના હોવાથી અત્યાચાર કરવામાં આવે છે જેથી તેઓ તેમજ તેમનો પરીવાર બોધ્ધ ધર્મની દીક્ષા લઇ રહ્યા છે.
