મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૯ શિક્ષકોનું શિક્ષણમંત્રીના હસ્તે થશે સન્માન


SHARE









મોરબી જિલ્લાના ૯ શિક્ષકોનું શિક્ષણમંત્રીના હસ્તે થશે સન્માન

ગુજરાત શૈક્ષણિક  ટેકનોલોજી ભવન દ્વારા નિર્મિત કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર માટે મોરબી જિલ્લામાંથી કુલ ૯ શિક્ષકમિત્રો છેલ્લા ઘણા સમયથી વિદ્યાવાહક તરીકેની કામગીરી કરી રહ્યા છે તેનું સન્માન કરવામાં આવશે

જે શિક્ષકોનું સન્માન કરવામાં આવશે તેમાં માળિયા તાલુકામાંથી અનિલભાઈ બદ્રકિયા (મોટીબરાર પ્રા. શાળા), બેચરભાઈ ગોધાણી (કુંતાસી પ્રા. શાળા), પુનિતભાઈ મેરજા (મોડેલ સ્કૂલ મોટીબરાર). હળવદ તાલુકામાંથી જયેશભાઈ મોરડીયા (આર.એમ.એસ.એ. સ્કૂલ રણમલપુર), હરદેવસિંહ જાડેજા (રાયસંગપુર પ્રા. શાળા), મોરબી તાલુકામાંથી અશોકભાઈ કાંજીયા (નાનીવાવડી કુ. પ્રા. શાળા), અનિલભાઈ ફટાણિયા (પોલીસ લાઈન કન્યા શાળા), ટંકારા તાલુકામાંથી નૈમિષભાઈ પાલરીયા (વિરવાવ પ્રા. શાળા) અને વાંકાનેર તાલુકામાંથી સોયેબઅલી શેરસીયા (મોહમદી લોકશાળા ચંદ્રપુર)નો સમાવેશ થાય છે.આ વિદ્યાવાહક શિક્ષક મિત્રોએ બાળ હિતાર્થે નિ:સ્વાર્થ ભાવે સુંદર કામગીરી કરી રહ્યા છે. જેથી તેઓનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે તા. ૬ જૂન ૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે સન્માન થવાનું છે. 




Latest News