હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં વોંકળા ઉપર થતાં દબાણ સામે અધિકારી-પદાધિકારીના આંખ આડા કાન કેમ ?


SHARE

















મોરબીમાં વોંકળા ઉપર થતાં દબાણ સામે અધિકારી-પદાધિકારીના આંખ આડા કાન કેમ ?

મોરબીમાં ચોમાસામા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે જે ખુલ્લા વોંકળા મૂકવામાં આવેલ છે તેમાંથી મોટાભાગના વોંકળા ઉપર તો દબાણ થઈ ગયું છે અને જે ખુલ્લા છે તેના ઉપર પણ હાલમાં દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા આ મુદે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને રવાપર રોડ ઉપર ઓમ શોપિંગ સેન્ટર પાસે વોંકળા ઉપર નવું શોપિંગ બનાવવા માટેની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે અને નાલુ બુરી દેવામાં આવ્યું છે તેમજ મચ્છુ નદીમાં આડેધડ બાંધકામ વેસ્ટ નાખવામાં આવી રહ્યો છે જેની સામે અધિકારી અને પદાધિકારીએ આંખ આડા કાન કરી રહ્યા છે જેથી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયાજીજ્ઞેશભાઇ પંડયાજગદીશભાઇ જી. બાંભણીયા અને મુસાભાઇ બ્લોચએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, મોરબીના રવાપર રોડ ઉપર કાનભાઈ દાબેલી વાળા વાળા સોપીંગની આગળના ભાગમાં નાલા ઉપર શોપિંગ સેન્ટર બનાવવા માટેની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે અને નાલુ બુરી દેવામાં આવ્યું છે તો પણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં લેવામાં આવેલ નથી ? આ બાંધકામ માટેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી છે ? શું ચીફ ઓફીસરને આ બંધકામનો ખ્યાલ નથી આવા અનેક સવાલો કરવામાં આવેલ છે અને આવી જ રીતે મોરબીમાં યેનકેન પ્રકારે અનેક જગ્યાએ દબાણો કરી નાખવામાં આવેલ છે તો પણ ચીફ ઓફીસર અને પાલિકાના પ્રમુખ સહિતના પદાધિકારીઓ કેમ મૌન છે તે પણ તપાસનો વિષય છે

ત્યારે સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતને ધ્યાને લઈને તેનો કોઇ નિકાલ નહીં કરવામાં આવે તો આંખ આડા કાન કરનારા તંત્ર વાહકોને જગાડવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે અને વધુમાં તેઓએ કહ્યું છે કે, મોરબીની મચ્છુ નદીમાં મકાનનો કાટમાળ રાત્રીના સમયે ટ્રેકટરો અને ખટારા દ્વારા ઠલવવામાં આવે છે આવું હિન કૃત્ય લીલાપર રોડ ઉપર નાલા પાસે પણ કરવામાં આવે છે અને ત્યાં બાંધકામ કરીને ગેરકાયદે કબ્જો જમાવી લીધો છે શું તેની પણ પાલીકાના ચીફ ઓફીસર કે પ્રમુખને ખબર નથી તેવો પણ સવાલ કરેલ  છે અત્રે ઉલેખનીય છે કે, એક તરફ ભારતના વડાપ્રધાન એમ કહે છે કે, પાણીનો સંગ્રહ કરો અને બીજી બાજુથી આવારતત્વો મોરબીમાં નદી અને નાળા બુરીને તેના ઉપર ગેરકાયદે બાંધકામ કરવા લાગ્યા છે ત્યારે અહીના અધિકારીઓએ દબાણ કરનારા સામે દબાઈ જશે કે પછી વડાપ્રધાને કરેલ વાતને મોરબીમાં સાર્થક કરવા માટે કામ કરશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News