મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

માળિયા (મિં.) તાલુકામાં યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ન્યુડ વિડિયો મોકલીને હેરાન કરનાર આરોપીના જામીન મંજૂર


SHARE

















માળિયા (મિં.) તાલુકામાં યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ન્યુડ વિડિયો મોકલીને હેરાન કરનાર આરોપીના જામીન મંજૂર

મોરબીના માળીયા મિંયાણા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીના ઇંસ્ટાગ્રામ ઉપર ન્યુડ વિડીયો ફોન દ્વારા તેમજ સ્ટોરી મેન્સનમાં ગંદીગાળો આપીને હેરાન પરેશાન કરવામાં આવતી હોય ભોગ બનેલી યુવતીએ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે

માળીયા મિંયાણા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની રહેવાસી યુવતીના ઇંન્સ્ટાગ્રામ ઉપર ન્યુડ વિડિયો ફોન કરીને તેમજ સ્ટોરી મેન્સનમાં બિભત્સ ગાળો આપીને યુવતીની પજવણી કરવામાં આવતી હોય હાલ કંટાળીને ભોગ બનેલી યુવતી દ્વારા માળીયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે (લોડ_લેડ_ગાય_૨૦૨૨) LODE_LAG_GAY_2022 નામના ફેંક ઇન્સ્ટાગ્રામ  આઇડી દ્વારા યુવતીની પજવણી કરનાર અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને માળીયા પોલીસ મથક ખાતે કલમ ૩૫૪(ડી) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૫(સી), ૬૭, ૬૭(એ) મુજબ ગુનો નોંધાયો હતો તેમાં આરોપી જયદીપની ધરપકડ પણ કરવામાં આવી હતી અને માળિયાની કોર્ટમાં આરોપીના જામીન માટે અરજી કરવામાં આવી હતી જે અરજી નામંજૂર કરી હતી જેથી મોરબીના એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સમક્ષ જામીન અરજી કરતા વકીલની દલીલોને ધ્યાને લઈને જામીન અરજી મંજુર કરવામાં આવી છે આ કેસમાં આરોપીના વકીલ ડી.એસ. જાનીના માર્ગદર્શન હેઠળ ધર્મેન્દ્ર બારેજીયા રોકાયેલ હતા




Latest News