હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE







વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામથી આગળના ભાગમાં નેશનલ હાઈવે ઉપરથી પસાર થતાં બાઇકચાલકના બાઈકની આડે નીલગાય ઉતરતા અકસ્માત સર્જાયો હતો અને યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ નવાપરા ખાતે રહેતા ભરતભાઈ કમલેશભાઈ વાળા (ઉમર ૩૭) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ જે ૧૨૫૫ લઈને જાલીડાથી આગળના ભાગમાં નેશનલ હાઈવે રોડ ઉપર તા. ૨૯ ના રોજ સાંજે આઠ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક આડે નીલગાય ઉતરી હતી જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતના બનાવવા બાઇકચાલક ભરતભાઈ વાળાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતથી મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના પિતા કમલેશભાઈ રામાભાઇ ડેંગડા (૫૫)ની ફરિયાદ લઈને વાંકાનેર તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે યુવાનને માર માર્યો

મોરબી તાલુકાનાં મકનસર પાસે આવેલા તનમેરા સિરામિકમાં મારા મારિનો બનાવ બનેલ હતો જેમાં વિરેન્દ્ર ક્રિષ્ના શાહ (૨૩) અને મોહિત રૂબેન શાહ (૨૦)ને છ શખ્સોએ સળિયા વડે માર અમર્યો હતો જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે અને આ મુદે ઇજાગ્રસ્તના ભાઈ મુકેશભાઇ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, કારખાનામાં બેઠા હતા ત્યારે નજીવી વાતમાં મારા મારી થયેલ છે હાલમાં મોરબી તાલુકા પોલીન્સે બનાવની જાણ કરવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

ઝેરી દાવ પી લેતા સારવારમાં

મોરબીના અજંતા વિનયક પાર્કમાં રહેતા સંજયભાઈ ભૂપતભાઇ નાયક (૨૩)એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી છે જેથી કરીને તેને પ્રથમ મોરબીમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવેલ છે અને રાજકોટથી મોરબી પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News