મોરબીના શાકમાર્કેટ ચોકમાં યુવાન અને રિક્ષા ચાલકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી : ગુનો નોંધાયો
માળીયા(મી)માં અગાઉના ઝઘડાનો ખાર રાખીને ચાર શખ્સોએ કર્યો હુમલો : યુવાનને છરીનો ઘા ઝીકયો
SHARE









માળીયા(મી)માં અગાઉના ઝઘડાનો ખાર રાખીને ચાર શખ્સોએ કર્યો હુમલો : યુવાનને છરીનો ઘા ઝીકયો
માળીયા મીયાણામાં આવેલ દાવલશા પીરની દરગાહની બાજુમાં ખોજા શેરી પાસે યુવાન તેના કૌટુંબિક ભાઇ સાથે હતો ત્યારે ત્યાં ચાર શખ્સોએ આવીને અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી સમાધાન થઈ ગયું હોવા છતાં પણ ગાળો આપી હતી અને ત્યારબાદ મારા મારી કરી હતી ત્યારે યુવાન વચ્ચે પડતા એક શખ્સ પાસે રહેલ છરી તેને યુવાનને ગળાના ભાગે ઝીંકી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને હાલમાં તેણે માળીયા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયામીયાણામાં દાવલશા પીરની દરગાહની બાજુમાં રહેતા સલીમભાઈ કરીમભાઈ મોવર જાતે મિયાણા (ઉંમર ૨૯) એ હાલમાં સદામભાઇ રમજાનભાઇ કટીયા, અબ્દુલભાઇ રમજાનભાઇ કટીયા, ઇમરાન ઉર્ફે ઇમલો રમજાનભાઇ કટીયા અને સિંકદરભાઇ ઇકબાલભાઇ ભટ્ટી રહે. બધા જ માળીયા (મી) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના કૌટુંબીક ભાઈને સિકંદર ભટ્ટી સાથે અગાઉ સામાન્ય બાબતે ઝઘડો થયો હતો જે બાબતનું સમાધાન થઈ ગયું હોવા છતાં ચારેય આરોપીઓએ સલીમભાઈ મોવર અને તેના કૌટુંબિક ભાઈને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ ગયા હતા અને ધોકા અને પાઇપ વડે હૂલમો કર્યો હતો અને ત્યારે ફરિયાદી સલીમભાઈ વચ્ચે પડતાં તેને આરોપી સદ્દામભાઈ રમજાનભાઇ કટીયાએ પોતાની પાસે રહેલ છરી ગળાના ભાગે મારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા સલીમભાઈ મોવરને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવમાં ભોગ બનેલા સલીમભાઈ મોવરે ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક ચારેય આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.
