વાંકાનેરના જાલીડા પાસે બાઇક આડે નીલગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત
મોરબીના લાલપર-ઉચીમાંડલ ગામ પાસે જુદાજુદા બે કારખાનામાં બે યુવાને કર્યા આપઘાત
SHARE









મોરબીના લાલપર-ઉચીમાંડલ ગામ પાસે જુદાજુદા બે કારખાનામાં બે યુવાને કર્યા આપઘાત
મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલા કારખાનામાં અને ઉચીમાંડલ ગામની સીમમાં આવેલ કારખાનાના કવાર્ટરમાં રહેતા જુદાજુદા બે યુવાન દ્વારા કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ એટલાસ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતા મુકેશભાઈ નારણસિંહ લવસિંહ (ઉમર ૨૫) પોતાના કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.પી.વસિયાણી ચલાવી રહ્યા છે.
આવી જ રીતે ઉચીમાંડલ ગામની સીમમાં આવેલ એકોર્ટ સિરામિક નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતો ને ત્યાં મજૂરી કામ કરતો સલમાન કમાળીયા ફકીર (ઉંમર ૨૦) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર આ યુવાને ગળાફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
