મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ
વાંકાનેરના મહીકા ગામે મકાનના મનદુખમાં બે પરિવાર વચ્ચે તલવાર-ધોકા વડે મારા મારી: સામસામી ફરિયાદ
SHARE









વાંકાનેરના મહીકા ગામે મકાનના મનદુખમાં બે પરિવાર વચ્ચે તલવાર-ધોકા વડે મારા મારી: સામસામી ફરિયાદ
વાંકાનેરના મહીકા ગામે બે પરિવાર વચ્ચે મકાન બાબતે મનદુખ ચાલતુ હતું જેના રોષના કારણે બંને વચ્ચે તલવાર અને ધોકા વડે મારા મારી થઈ હતી જેમાં ઇજા પામેલા બંને પક્ષના ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મહીકા ગામે રહેતા અને કડીયાકામની મજુરી કરતાં મોહનભાઇ ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડા જાતે અનુ.જાતી (૪૯)એ રાજુભાઇ ખીમાભાઇ ચાવડા, પ્રકાશભાઇ નથુભાઇ ચાવડા, મોહનભાઇ જીણાભાઇ ચાવડા, મુકેશભાઇ નથુભાઇ ચાવડા, કનુભાઇ જીણાભાઇ ચાવડા, અનીલભાઇ કનુભાઇ ચાવડા, કાળુભાઇ કનુભાઇ ચાવડા અને હીતેષભાઇ નથુભાઇ ચાવડા રહે. બધા મહીકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કે, આરોપી હીતેષભાઇ નથુભાઇ ચાવડા મહીકા ગામે તેઓના સમાજના સ્મશાનમાં બોર કરાવેલ તેમજ ફરીયાદીના મોટા બાપુના દીકરા કનુભાઇ માવજીભાઇ ચાવડાના મકાન બાબતે ફરીયાદી તથા આરોપીઓને મનદુખ ચાલતુ હતું તેના રોષના કારણે આરોપીઓએ લાકડાના ધોકા તથા તલવાર જેવા હથીયાર ધારણ કરીને ફરિયાદી અને સાહેદોને માર માર્યો હતો અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે આધેડની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે
તો સામા પક્ષેથી મહીકા ગામે રહેતા ચંદ્રીકાબેન અનીલભાઇ ચાવડા જાતે.અનુ.જાતી (૨૦)એ મોહન ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડા, સતપાલ મોહન ચાવડા, મનીશભાઇ મોહન ચાવડા, સંજયભાઇ ગીરીશભાઇ ચાવડા, રોહીતભાઇ ગીરીશભાઇ ચાવડા, કંચનબેન મોહનભાઇ ચાવડા અને ગીતાબેન ગીરીશભાઇ ચાવડા રહે બધા મહીકા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હિતેશભાઇ નથુભાઇને આરોપી મોહન ઉર્ફે ભરતભાઇ હરીભાઇ ચાવડાના કૌટુંબિક કનુભાઇ માવજીભાઇ ચાવડાના મકાન બાબતે મનદુખ ચાલતુ હતું જેના રોષના કારણે આરોપીઓ તલવાર, લાકડી, ધોકા લઈને આવ્યા હતા અને ફરિયાદી તેમજ સાહેદોની સાથે મારામારી કરી હતી અને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
