મોરબીમાં પ્રેમ લગ્ન કરનારા યુવાનના પિતાને માર મારનારા વધુ ત્રણ આરોપીની ધરપકડ
મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ
SHARE









મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ
વિશ્વ તમાકુ નિષેધ દિવસે નિમિતે જુદીજુદી સંસ્થા દ્વારા લોકોને વ્યસનની સામે જાગૃત કરવા માટે કાર્યક્રમ કરવામાં આવે છે તેવી જ રીતે એનસીસી રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે રેલીનું આયોજન કરાયું હતું. અને વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે લોકોને તમાકુના સેવનથી થતા રોગો અને આડ અસરોથી વાકેફ થાય અને તેનાથી દૂર રહે તેવા હેતુ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડો.સતિષ પટેલનું વકતવ્ય યોજાશે
મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્રારા જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા.૫ ને રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ ધન્વંતરી ભવન મોરબી ખાતે ડો. સતિષભાઈ પટેલની વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ‘જિંદગીને જીવંત બનાવીએ’ વિષય ઉપર તેઓ વકતવ્ય આપશે જેનો સીનીયર સીટીઝન કાઉન્સિલના સભ્યો તથા સભ્યો સિવાયના અન્ય સીટીઝનોએ પણ લાભ લેવા માટે સંસ્થાના હોદેદારો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે
