મોરબીના લાલપર નજીક સિરામિક કારખાનાના ગેઇટ પાસેથી બાઈકની ચોરી
હળવદમાં ઓઈલ મીલના માલિકને બુકનીધારી શખ્સોએ માર મારીને ૧૦૪૦૦ ની કરી ચોરી: અન્ય કારખાનામાં પણ ચોરીનો કર્યો પ્રયાસ
SHARE









હળવદમાં ઓઈલ મીલના માલિકને બુકનીધારી શખ્સોએ માર મારીને ૧૦૪૦૦ ની કરી ચોરી: અન્ય કારખાનામાં પણ ચોરીનો કર્યો પ્રયાસ
હળવદમાં ગંગોત્રી ઓઈલ મીલ નામના કારખાના સહિતના કારખાનામાં તા ૩૧ની રાતે લૂંટારુ ટોળકીએ આંતક મચાવ્યો હતો અને જુદાજુદા કારખાનામાં ઘૂસીને મારા મારી કરી હતી તેમજ જે વસ્તુ હાથમાં આવી તેની ચોરી કરી હતી ત્યારે ગંગોત્રી ઓઈલ મીલના માલિકને માર મારીને સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયાની ચોરી કરવામાં આવી હતી જેની વૃદ્ધે ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ પરીશ્રમ હોટલ પાસે શીવધારા બંગ્લોઝમાં રહેતા માવજીભાઈ ધરમશીભાઈ સોરીયા જાતે પટેલ (૬૯)એ ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ નજીક આવેલ તેના ગંગોત્રી ઓઈલ મીલ નામના કારખાનામા તે હતા ત્યારે અજાણ્યા ચાર બુકાનીધારી શખ્સો તા ૩૧ ના રાત્રિના ત્રણ વાગ્યાના અસરમાં કારખાનામા આવ્યા હતા અને તેને માર માર્યો હતો તેમજ સોનાની બુટ્ટી ૧ જોડી જેની કિંમતની ૧૦,૦૦૦ અને રોકડા ૪૦૦ એમ કુલ મળીને ૧૦,૪૦૦ ના મુદામાલની ચોરી કરી છે અને ચોરી દરમ્યાન ફરીયાદીને છુટા પથ્થરના ઘા કરી તેમજ ફરીયાદીને લાકડાના ધોકા હાથ, બંન્ને સાથળ બરડાના ભાગે મારીને ઈજા કરી હતી અને ડાબા હાથની આંગળીમા ફેક્ચર કર્યું હતું તેમજ આજુબાજુના કારખાનામા પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે વૃદ્ધેન નોંધાવેલ ફરિયાદ આધારે ઈ.પી.કો કલમ ૩૮૦, ૪૫૭, ૪૫૯, ૩૨૩, ૩૩૭, ૫૧૧, ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
