ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો બરોબર ન ચાલતો હોવાથી યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત


SHARE

















 

મોરબીમાં કામ ધંધો બરોબર ન ચાલતો હોવાથી યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટાટા મોટરના શોરૂમની બાજુમાં રહેતા યુવાને કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટાટા મોટરના નવા શોરૂમની બાજુમાં આવેલા વિનાયક ફાર્મ હાઉસની પાસે અજય નરવતભાઈ નાયક (ઉમર ૨૩) નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મૃતકના ભાઈ નિલેશે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાન ઘરમાં સૌથી મોટો હતો અને ઘરની જવાબદારી તેના ઉપર હતી જોકે, કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી તેણે ઝેરી દવા પી લીધી હતી અને તેનું મોત નિપજ્યું છે.

મારામારીમાં ઇજા

મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ વશરામભાઈ સાવરીયા નામના ૪૨ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા બાબુભાઈ માનાભાઇ બસીયાને મીતાણા-નેકનામ હાઇવે ઉપર જતા સમયે ત્યાં મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને પણ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના સુસવાવ ગામનો રહેવાસી રાકેશભાઈ શિવરાજભાઈ રામાવત નામનો ૩૬ વર્ષીય યુવાન સુસવાવથી બાઈક લઈને ઘાંટીલા જતો હતો ત્યારે રસ્તામાં દેવળીયા ચોકડી પાસે તેનું બાઈક અન્ય બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઈજા થતાં રાકેશ રામાવતને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.




Latest News