ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં નણંદને માર મારવાના બનાવમાં ભાભી સાથે આવેલા વધુ બે આરોપીઓની ધરપકડ


SHARE

















મોરબીમાં નણંદને માર મારવાના બનાવમાં ભાભી સાથે આવેલા વધુ બે આરોપીઓની ધરપકડ

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં રિસમાણે બેઠેલ ભાભી તેના ઘરેણાં અને દીકરાના જન્મનું પ્રમાણ પત્ર લેવા માટે આવી હતી ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના વડીલો ત્યાં હાજર હતા ત્યારે નણંદને વચ્ચે બોલવાની ના કહીને ભાભી અને તેના માતા-પિતા સહિતના લોકોએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પહેલા ભાભી સહિતના કુલ ચાર આરોપીને પકડ્યા હતા અને આ ગુનામાં વધુ બે આરોપીને પકડવામાં આવ્યા છે

મોરબીના એસપી રોડ ઉપર આવેલ શ્રીહરીટાવર બ્લોક નં. બી/૦૩ યદુનંદન-૪ માં રહેતા શિલ્પાબેન હિતેષભાઇ વિલપરા જાતે પટેલ (ઉ.૪૦)એ ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયારેખાબેન ધીરજલાલ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ રહે. બધા માણાવદર જિલ્લો જુનાગઢ તેમજ તેમની સાથેના અજાણ્યા પાચ માણસોની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેના ભાઇ-ભાભીને છેલ્લા અઢી વર્ષથી અણબનાવ છે અને તેના ભાભી હાલે જુનાગઢ તેના માતા-પિતા સાથે રહે છે જે ભાભી તેના માતા-પિતા સાથે ફરિયાદી મહિલાના ભાઈ નલીનભાઇનું ઘર મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં છે તે ઘેર તેના ઘરેણા તથા દિકરાનુ જન્મ પ્રમાણપત્ર લેવા માટે આવેલ હતા ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના લોકો હાજર હતા ત્યારે ફરિયાદીના ભાઈના સાસુ રેખાબેનસસરા ધીરજલાલભાભી ભાવીકાબેન તથા તેમની સાથેના અજાણ્યા પાચ માણસોએ ફરિયાદીને તમારે કાંઇ બોલવાનું થતુ નથી તેમ કહી ગેરશબ્દો બોલી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી તેમજ છુટા હાથે માર માર્યો હતો અને ગળાના ભાગે નખથી વિખોરીયા ભરી ઇજા કરી હતી જે ફરિયાદના આધારે પોલીસે પહેલા ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા, ભાવીકાબેન નલીનભાઇ આઘારા, રેખાબેન ધીરજલાલ વાઘરીયા જાતે પટેલ અને ખીમાણંદભાઈ જગમાલભાઇ મારડિયા જાતે આહીરની ધરપકડ કરેલ હતી અને હાલમાં પોલીસે દેવભાઈ બોઘાભાઈ ઓડેદરા જાતે મેર (૪૨) રહે. જેખડી તાલુકા માંગરોળ અને રાજુભાઇ જલાભાઈ દિવારાણીયા (૩૪) રહે. ધંધુસર તાલુકો વંથલી વાળાની ધરપકડ કરવામાં આવી છે




Latest News