માળીયા(મિં.)ના જુના ઘાટીલા ગામે ડીઝલ મશીનની ચોરી કરતા ત્રણ પકડાયા
પોલીસનું અસ્તિત્વ છે ?: હળવદના નવા માલણીયાદ ગામે રહેણાક મકાનમાંથી સાત તોલા સોનાના દાગીનાની ચોરી
SHARE









પોલીસનું અસ્તિત્વ છે ?: હળવદના નવા માલણીયાદ ગામે રહેણાક મકાનમાંથી સાત તોલા સોનાના દાગીનાની ચોરી
હળવદ તાલુકામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ જુદી જુદી જગ્યા ઉપર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે દરમિયાન નવા માલણીયાદ ગામે રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં પ્રવેશ કર્યા બાદ સાત તોલા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા પરિવાર દ્વારા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા તસ્કરો સામે ભોગ બનેલા પરિવારની ફરિયાદ લેવા માટેની કામગીરી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે
મોરબી જિલ્લામાં હળવદ તાલુકો જાણે કે રેઢો પડ હોય તેમ તસ્કરો આંટાફેરા કરી રહ્યા છે અને થોડા દિવસો પહેલા જ આઠ જેટલા કારખાનાઓમાં લુટારુઓએ લૂંટ કરી હતી ત્યારબાદ ચોરીની ફરિયાદ લેવામાં આવી હતી ! અને વારંવાર ચોરીની ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી સામે પોલીસના અસ્તિત્વ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તેવામાં હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વધુ એક મકાનમાં ચોરીની ઘટના બની છે અને બંધ મકાનમાં પ્રવેશ કરી તસ્કરો દ્વારા સાત તોલા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા જેરામભાઈ મગનભાઈ સુરેલાના રહેણાક મકાનમાં દરવાજો ખોલીને તિજોરીમાં રાખવામાં આવેલ સોનાના દાગીના જેમાં ત્રણ હાર અને બે વિટીનો સમાવેશ થાય છે તે સાત તોલાના દાગીનાની ચોરી અજાણ્યા શખ્સો દ્વારા રાત્રી દરમિયાન કરવામાં આવેલ છે જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની ફરિયાદ લેવા માટે તેને તજવીજ શરૂ કરી છે અને ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી છૂટેલા શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે કવાડિયા ગામે રહેતા અજીતસિંહ વિરમભાઈ પરમાર (૩૩) ના રહેણાક મકાનમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ઘરમાં રાખવામાં આવેલા રોકડા રૂપિયા તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧.૭૧ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની અજાણ્યા શખ્સોની સામે અજીતસિંહ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જોકે છેલ્લા દિવસની અંદર હળવદમાં ચોરી, લૂંટ અને ચીલ ઝડપીની ઘટના બની છે તેને જોતા પોલીસના અસ્તિત્વ સામે અને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે
