મોરબીના વઘાસીયા પાસે ડમ્પર ચાલકેસ્કુટરને હડફેટે લેતા યુવાનનું મોત : ફરિયાદ નોંધાઇ
માળીયા(મિં.)ના જુના ઘાટીલા ગામે ડીઝલ મશીનની ચોરી કરતા ત્રણ પકડાયા
SHARE









માળીયા(મિં.)ના જુના ઘાટીલા ગામે ડીઝલ મશીનની ચોરી કરતા ત્રણ પકડાયા
મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા જુના ઘાંટીલા ગામે નર્મદા કેનાલ ઉપર મુકવામાં આવેલા ડીઝલ મશીનની ચોરી કરીને ત્રણ ઈસમો રીક્ષામાં જતા હતા તે દરમ્યાનમાં માળીયા પોલીસ સ્ટાફ રાઉન્ડમાં.હોય રીક્ષાને અટકાવવામાં આવી હતી અને તેમા રબેલ ડીઝલ મશીન અંગે પોલીસે ઉલટ તપાસ કરતાં તેઓએ આ ડિઝલ મશીનની ચોરી કરી હોવાનું ખૂલતાં હાલમાં પોલીસે ત્રણ સામે ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
માળીયા મીંયાણા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમનો સ્ટાફ માળીયાના જુના ઘાંટીલા વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે રાઉન્ડમાં હતો.તે દરમિયાનમાં શંકાસ્પદ જણાતી સીએનજી રીક્ષા નંબર જીજે ૧ ટીએફ ૮૧૩ નીકળતા અને તેમાં ટોપલેન કંપનીનું પાંચ એચપીનું ઓઇલ એન્જિન જેની કિંમત રૂપિયા ૧૦ હજારનું હોય તે લઈને ત્રણ ઈસમો નીકળ્યા હોય તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન તેઓએ કબૂલ્યુ હતુ કે તેઓએ જુના ઘાંટીલા ગામે નર્મદા કેનાલના કાંઠેથી આ ડીઝલ મશીનની ચોરી કરેલ છે.જેથી હાલમાં રૂપિયા ૧૦ હજારની કિંમતના ડીઝલ મશીન અને સીએનજી રીક્ષા સાથે માળીયા પોલીસે અલ્લારખા અબ્દુલ લધાણી જાતે મીંયાણા, તાહીર રસુલ પારેડી જાતે મિયાણા અને રફીક સલીમ વીરા જાતે મિંયાણા રહે.ત્રણેય નવા અંજીયાસર તાલુકો માળીયા મીંયાણા જી.મોરબી મૂળ રહે.જુનાગઢ તારબંકા પોલીસ ચોકી પાસે વાળાઓની ડીઝલ મશીનની ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી અને આ અંગે હાલમાં પીએસઆઈ આર.બી.ટાપરીયા તપાસ ચલાવી રહ્યા છે.
