વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કીટ હાઉસ પાસે મહિલાની હત્યા કરી આપઘાત કરનાર મૃતક યુવાન સામે નોંધાયો મર્ડરનો ગુનો


SHARE













મોરબીમાં સર્કીટ હાઉસ પાસે મહિલાની હત્યા કરી આપઘાત કરનાર મૃતક યુવાન સામે નોંધાયો મર્ડરનો ગુનો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કીટ હાઉસ પાસે એક ઓરડીમાંથી સ્ત્રી-પુરુષની લાશ મળી આવી હતી જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે મહિલાની ગળેટુંપો આપીને હત્યા કર્યા બાદ યુવાને પણ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધેલ છે.બાદમાં મૃતક મહિલાના પિતાએ તેમની દિરકીનું મર્ડર કરીને ઈપઘાત કરી લેનાર મોરબીના મૃતક રબારી યુવાનની સામે ફરીયાદ નોંધાવતા મૃતર સામે મર્ડરનો ગુનો નોંધાયો છે જેની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે.  

મોરબી સીટી બી ડિવિજન પોલીસ સુત્રોમાંથી મર્ડર-આપઘાતના ઉપરોકત બનાવની સિલસીલાબંધ મળતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સર્કીટ હાઉસ પાસે એક ઓરડીમાંથી ભાડે રહેતા યુવાન અને મહિલાની ઓરડીનો દરવાજો નહીં ખૂલતાં તેને ખોલવામાં આવ્યો હતો ત્યારે ઓરડીમાંથી ત્યાં રહેતા અનીલ ગાંડુભાઈ રાઠોડ જાતે રબારી (૩૬) હાલ રહે. મફતપરા ભારતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨ મૂળ રહે.રબારીવાસ જેલચોક પાસે મોરબી અને તેની સાથે ઓરડીમાં રહેતી લલીતાબેન નામના મહિલાના મૃતદેહો મળી આવ્યા હતા હતા જેથી કરીને તેઓની લાશોને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવી હતી અને પોલીસ સૂત્રો પાસેથી વધુમાં મળી રહેલી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં લાશોને જોતાં એવું લાગી રહ્યું છે કે, અનીલ ગાંડુભાઈ રાઠોડે પહેલા તેની સાથે રહેતી મહિલા લલીતાબેનને ગળેટુપો આપીને તેની હત્યા કરી હોય અને ત્યાર બાદ પોતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે કેમ કે, લલિતાબેનની લાશ હત્યા કરેલી હાલતમાં પડી નિચે પડી હતી જયારે અનિલભાઈ રબારીની લાશ ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી અને બિન આધાર ભૂત સૂત્રોના કહેવા પ્રમાણે બંને મૃતકો સાથે રહેતા હતા પરંતુ પતિ-પત્ની ન હતા. મોરબી બી ડીવીઝનના મહિલા પીએસઆઈ વાઢીયા અને ફિરોઝભાઈ સુમરાએ પ્રાથમીક તપાસ કરી હતી.

જોકે બાદમાં ઉપરોક્ત બનાવ સંદર્ભે વિરમભાઈ ભીમાભાઇ ખરા અન.જાતી (૫૩) રહે.સોઢાણા જી.પોરબંદર વાળાએ મૃતક અનિલ ગાડુંભાઇ રબારી (૩૬) હાલ રહે.ભારતનગર મફતપરા મોરબી-૨ મૂળ રહે. રબારીવાસ જેલચોક પાસે મોરબી વિરુદ્ધ બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમની દીકરી લલીતાબેન જયંતીભાઈ કાનાભાઈ સાગઠીયા (૩૪) રહે.સાત રસ્તા ગુરુદ્વારા પાસે જામનગર મૂળ રહે. સુદામડા તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળી ગત તા.૬-૯ ના રોજ જામનગર ખાતેથી ગુમ થઈ હતી અને ત્યારબાદથી આ ગુનામા આરોપી મરણ જનાર અનિલ ગાંડુભાઇ રાઠોડની સાથે મોરબીમાં સર્કીટ હાઉસ પાસે રહેતી હતી. કોઇ કારણોસર આ મૃતક અનિલ રાઠોડે તેઓની દિકરી લલીતાબેનને ગળેટૂંપો આપીને મારી નાંખ્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ મતલબની વિરાભાઇ ભીમાભાઇ ખરા એ મોરબી સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હોય આ અંગે હાલમાં એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને રાઇટર યુવરાજસિંહ જાડેજાએ કલમ ૩૦૨, એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંધીને બનાવની આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News