મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રક્તદાતાઓનું કર્યું સન્માન


SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રક્તદાતાઓનું કર્યું સન્માન

આજે કોઈ પણ વસ્તુ ટેક્નોલોજીની મદદથી મશીન દ્વારા બની શકે છે પરંતુ લોહી એક જ એવું છે કે જે માણસના શરીરમાં કુદરતી રીતે બને છે અને જેની જરૂરિયાત આકસ્મિક જ પડે છે ત્યારે આવી જરૂરિયાતને પુરી પાડવા માટે અને લોકોને ઉપયોગી થવા માટે છેલ્લાં બે વર્ષથી યંગ ઇન્ડિયા ગ્રુપ લોહીમાં છે માનવતા નામની મુહિમ દ્વારા રક્તદાન પ્રવૃત્તિ કરવામાં આવે છે અને રકતદાતાઓનું સન્માન કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીના સ્કાય મોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૫૦ થી વધુ રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારી, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ગરચર, ક્લોક એસો. પ્રમુખ શશાંક દંગી, વિદ્યાભારતીના અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, સેવાભાવી અંબારામભાઈ કવાડિયા, દિલીપ બરાસરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમનું સંચાલન શૈલેષભાઇ રાવલે કર્યું હતું




Latest News