મોરબી અને માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ
મોરબી જીલ્લામાં ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
SHARE









મોરબી જીલ્લામાં ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
મોરબી જીલ્લામાં ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં પાંચેય તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ખેડૂત આગેવાનો દ્વારા મીટર આધારિત વીજ દરને હોર્સ પાવર મુજબના દર જેટલા કરવાની માંગ સાથે મામલતાદાર કચેરી ખાતે ધરણા પણ કરવામાં આવ્યા હતા આ આવેદનમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે જેમાં બંન્નેના વીજદરમાં તફાવત છે . જેથી વીજ મીટર આધારીત ખેડૂતોને નુક્શાની જાય છે માટે મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વીજ પુરવઠો આપવામાં આવે તેમજ મીટર આધારીત વીજદર અને હોર્સ પાવર આધારીત વીજદરમાં સમાનતા લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
