મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં વીજ ગ્રાહકોને ૨૦૦ યુનિટ વીજળી ફ્રી આપવાની માંગ
મોરબી અને માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ
SHARE









મોરબી અને માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને ૮ વર્ષ પૂર્ણ થતાં માળીયા તાલુકા યુવા મોરચા અને મોરબી તાલુકા યુવા મોરચા દ્વારા સેવા, સુશાસન અનેગરીબ કલ્યાણ સપ્તાહની ઉજવણીના ભાગરુપે વિવિધ યોજનાના પ્લે કાર્ડ દ્વારા જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજ્યો હતો અને ત્રિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું માળીયા તાલુકા યુવા મોરચા દ્વારા પીપળીયા ચાર રસ્તા ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો મોરબી તાલુકા યુવા મોરચા દ્રારા શનાળા પટેલ સમાજ વાડીથી રાજપર થઈને ચાચાપર ગામ સુધી ત્રિરંગા યાત્રાનુ આયોજન કરેલ હતુ આ તકે જિલ્લા યુવા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, તાલુકા પંચાયત સભ્ય કેતનભાઈ મારવાણીયા, તાલુકા યુવા પ્રમુખ નિતેષભાઈ બાવરાવા, મહામંત્રી આનંદભાઇ અગોલા, ઉપપ્રમુખ પિન્ટુભાઈ સોરીયા, અમિતભાઈ, ઓમભાઈ, જયેશભાઈ, ગોપાલભાઈ, હાર્દિકભાઈ સાથે બહોળી સંખ્યા મા યુવા કાયૅકતા હાજર રહ્યા હતા
