મોરબીમાં ૨૬ જૂને મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રંગારંગ કાર્યકમ યોજાશે
માળીયા (મી)ના ચાર રોડ મંજૂર થતા સરકાર-મંત્રીનો આભાર: જયુભા જાડેજા
SHARE









માળીયા (મી)ના ચાર રોડ મંજૂર થતા સરકાર-મંત્રીનો આભાર: જયુભા જાડેજા
મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય અને રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા આ વિસ્તારના જુદા જુદા ગામના રસ્તાઓ બાબતે સતત પ્રયાસો કરી રહ્યા છે જેના ફળ સ્વરૂપે માળીયા(મી.) તાલુકાના વવાણીયાથી બગસરા(ગ્રામ્ય માર્ગ), જાજાસરથી દેવગઢ(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ), દેવગઢથી માળીયા(મી.)(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ) અને જાજાસરથી બગસરા કાર્ટ ટ્રેક રસ્તાના અંદાજે ૧૦૫ કરોડના ખર્ચે ચાર રોડ મંજુર કરાવ્યા છે જેથી કરીને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજાએ સરકાર અને મંત્રીનો આભાર વ્યક્ત કરેલ છે
વધુમાં તેને જણાવ્યુ હતું કે, માળીયા(મી.) પંથકમાં જે રસ્તા મંજૂર કરવામાં આવેલ છે તેમાં નોન પ્લાન રસ્તા હોય તેને પણ આવરી લઈને રસ્તાના કામો મંજૂર કરાવેલ છે જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાનો પણ ખાસ આભાર તેઓએ વ્યક્ત કરેલ છે સાથોસાથ રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ આ કામને લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને પ્રાધાન્ય આપ્યું તે માટે તેનો પણ આભાર વ્યક્ત કરેલ છે
