મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા દેશમાં હિંસા ફેલાવતા કટ્ટરવાદીઓ સામે પગલાં લેવાની માંગ
મોરબીમાં ૨૬ જૂને મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રંગારંગ કાર્યકમ યોજાશે
SHARE









મોરબીમાં ૨૬ જૂને મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા રંગારંગ કાર્યકમ યોજાશે
મોરબીમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આગામી ૨૬ જૂનને રવિવારના રોજ બપોરે ૩:૩૦ વાગ્યે મોઢ બ્રાહ્મણ જ્ઞાતીની વાડી,સાવસર પ્લોટ શેરી નંબર ૧૦-૧૧ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિજનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, મોરબી યુવક સમિતિ તથા મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. જે અંગે યુવક સમિતિના અંબરીશભાઈ જોષીએ યાદીમાં જણાવ્યુ છેકે, કાર્યક્રમમાં ૧૦ વર્ષથી નીચેના બાળકો માટે વેશભૂષા તેમજ ૫ થી ૧૩ વર્ષની ઉમરના બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી અને એક મીનીટ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે ૫ મિનિટની સમય અવધીમાં બાળકો તથા યુવાનો પસંદ અપની અપની કેટેગરી હેઠળ ડાન્સ, અભિયન, સીંગીંગ કે અન્ય કોઈ પણ કૃતિ સ્ટેજ પરથી રજુ કરી શકાશે.રંગારંગ કાર્યક્રમમાં માત્ર જ્ઞાતિજનો જ ભાગ લઈ શકશે.કાર્યક્રમના એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે રૂા.૫૦ એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે.એક કરતા વધુ ઈવેન્ટમાં ભાગ લઈ શકાશે. (દરેક ઈવેન્ટ માટે અલગ એન્ટ્રી ફી ભરવાની રહેશે.), ઈવેન્ટમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન રૂ૫ ગીફટ આપવામાં આવશે એક કરતા વધુ ઈવેન્ટમાં ભાગ લેનારને એક જ પ્રોત્સાહન ગીફટ આપવામાં આવશે. પસંદ અપની અપની ઈવેન્ટમાં ભાગ લેનારે તા.૧૯,જુનના રોજ ઓડીશન આપી પોતાની કૃતિને સ્વીકૃત કરાવવાની રહેશે અન્યથા તે કૃતિ રજુ કરી શકશે નહિં. પસંદ અપની અપની ઈવેન્ટમાં ડાન્સ કે સીગીગ કૃતિ રજુ કરનારે પેન ડ્રાઈવ તૈયાર કરી ઓડીશન સમયે, આયોજકને તેની કોપી આપવાની રહેશે.એન્ટ્રી ફી ભરી નામ નોંધાવવા માટેની છેલ્લી તા.૧૬જુન રાખવામાં આવેલ છે. વધુ વિગત કે અન્ય માહિતી માટે યુવક સમિતિના અંબરીશભાઈ જોષીનો ૯૪૨૬૨ ૨૧૪૬૬, ૮૧૬૦૩૨૪૧૫૫ નો સંપર્ક કરવો અને નામ નોંધાવવા માટે જ્ઞાતીની વાડીના મેનેજર દિલીપભાઈ જાનીનો સંપર્ક કરવો.
