મોરબીમાં જિલ્લા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને મકાનની ચાવી અર્પણ કરાઇ
મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે સોમવારથી વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ
SHARE









મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે સોમવારથી વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ
મોરબીમાં લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ સોમવારથી શરૂ કરવામાં આવશે અને લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ ફુલ સ્કેપ નોટબુક સાંજે ૫ થી ૭ વિતરણ થશે
મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૨૦-૬-૨૦૨૨ સોમવાર થી દરરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે થી કરવા મા આવશે. પ્રવર્તમાન વર્ષે લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક પરિવાર, સ્વ.પૂનમચંદભાઈ લીલાધર ભાઈ કોટક પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કન્સટ્રક્શન) પરિવાર, પ્રતાપભાઈ વાલજીભાઈ ચગ પરિવાર, સ્વ.મનુભાઈ લીલાધરભાઈ ઠક્કર (ભાણાભાઈ દલાલ) પરિવાર, જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી (આમરણ વાળા) પરિવાર ના સહયોગ થી અર્પણ કરવા મા આવશે. જેમા વિદ્યાર્થી ની માર્કશીટ ની ઝેરોક્ષ સાથે રાખવા ની રહેશે તેમ સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.નોટબુક વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા ના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, નિકુંજભાઈ કોટક, અજયભાઈ કોટક, ચુનીભાઈ કોટક, હીરાલાલ કોટક, ઓજસભાઈ રવેશિયા, વિજયભાઈ અનડકટ સહીત ના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
