મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

માળિયા (મિં) પાસે એસટીની બસમાંથી ૬૨.૫૦ લાખની ચોરીના ગુનામાં પોલીસે ચાર આરોપીને બે પિસ્તોલ સાથે દબોચ્યા: બેની શોધખોળ


SHARE













માળિયા (મિં) પાસે એસટીની બસમાંથી ૬૨.૫૦ લાખની ચોરીના ગુનામાં પોલીસે ચાર આરોપીને બે પિસ્તોલ સાથે દબોચ્યા: બેની શોધખોળ

મોરબી જિલ્લાના માળિયા મિંયાણા નજીક આવેલ માધવ હોટલ પાસે એસટીની બસ થોડા દિવાસો પહેલા હોલ્ટ હોવાથી ઊભી રાખવામા આવી હતી ત્યારે તે બસમાં રાપર(ભુજ)ની આંગડીયા પેઢીનો રોકડા રૂપિયા ૬૨.૫૦ લાખ લઈને મોરબીમાં આવેલ ઈશ્વર બેચર પેઢીમાં આપવા જતો હતો ત્યારે તેનો થેલો લઈને બસમાં જ મુસાફર બનીને બેઠલા બે શખ્સો નાશી ગયા હતા જેની ફરિયાદના આધારે પોલીસે હાલમાં છ પૈકીનાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને ૬૨.૫૦ લાખ રિકવર કરવાની તેમજ બાકીના બે આરોપીઓને પકડવાની તજવીજ ચાલી રહી છે

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં ચોરીની ઘટના સામે આવી હતી અને એસટીની બસમાં કચ્છના રાપરથી મોરબી આવતા કર્મચારીનો રોકડા ૬૨.૫૦ લાખ રૂપિયા ભરેલો થેલો લઈને બે ગઠિયા નાશી ગયા હતા જેની કચ્છના રાપરમાં હનુમાન મંદીરની પાસે રહેતા અને ઈશ્વર બેચર આંગડીયા પેઢીમાં નોકરી કરતાં મહાદેવ રામભાઈ વાઘમારે (ઉમર ૪૩)એ ફરિયાદ નોંધાવી હતી અને તા 4 ના રોજ શનિવારે સવારે એસટીની રાપરથી રાજકોટ જતી બસમાં મોરબીની ઓફિસે રોકડા ૬૨.૫૦ લાખ રૂપિયા આપવા માટે આવી રહ્યા હતા ત્યારે બસમાં જ મુસાફરની જેમ બેઠેલા બે શખ્સો તેનો રોકડ ભરેલો થેલો ચોરી કરીને નાશી ગયા છે જેની ફરિયાદ આધારે પોલીસે છ પૈકીનાં ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસથી બે દેશી બનાવટની પિસ્તોલ, કાર્ટિસમ ગુનામાં વપરાયેલ બાઇક સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે

આ મુદે એએસપી અતુલ બંસલની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે અને ચાર આરોપીને પકડવામાં આવેલ છે થોડા દિવસો પહેલા માળીયા(મિં.) નજીક હાઇવે ઉપર આવેલ માધવ હોટલે એસટીની બસનો હોલ્ટ હોવાથી બસને ત્યાં ઉભી રાખવામા આવી હતી ત્યારે માત્ર ૧૦ મિનિટમાં તકનો લાભ લઈને બસમાં બેઠેલા બે અજાણ્યા શખ્સ રોકડ રકમ ભરેલ કાળા કલરનો થેલો લઈને બસમાંથી નીચે ઉતારી ગયા હતા અને બાદમાં તે બાઈકમાં આવેલા અજાણ્યા શખ્સની સાથે નાશી ગયા હતા જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી

આ ગુનામાં પોલીસે આરોપી કરણભા રમેશભા ગઢવી, ભાવેશ નીતિનભાઈ ઠક્કર, હરિપ્રસાદ ઉર્ફે હરેશ ઈશ્વરદાસ રામાનંદી રહે. રાપર કચ્છ અને સોનુંસિંગ નરેશસિંગ પરમાર રહે. હાલ રાપર મૂળ એમપી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક જીજે ૦૮ સીએલ ૬૨૫૭, પાંચ મોબાઈલ, દેશી બનાવટની બે પિસ્તોલ, ૮ જીવતા કાર્ટીસ સહિતનો મુદામાલ કબજે કરેલ છે અને રોકડ લઈને ભાગી ગયેલા આરોપી સાગર ઉર્ફે છોટુ ગજરાજસિંગ તોમર અને લાલુ ગાદીપાલ કુશવાહ રહે. બંને એમપી વાળાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી જીલ્લામાં અવાર નવાર થતી નાના મોટી ચોરીઓમાંથી હજુ ઘણી ચોરીના ગુના ઉકેલાયા નથી ત્યાં માળીયા પાસે હોટલ નજીક ઊભી રાખવામા આવેલ એસટીની બસમાંથી રોકડા ૬૨.૫૦ લાખ ભરેલા થેલાની ચોરીની ઘટના સામે આવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરલે છે અને હજુ બે આરોપીને પક્દ્વના બાકી છે અને ચોરીના બનાવમાં ગયેલ રકમ પણ એમપી વાળો શખ્સ લઈને નાશી ગયો હતો જે હજુ પકડાયેલ નથી માટે તે રકમને રિકવર કરવાની બાકી છે જેથી તે દિશામાં પણ કામ કરવામાં આવી રહ્યું છે






Latest News