હળવદના ઢવાણા પાસે ડિવાઈડર સાથે કાર અથડાતા અમદાવાદનાં દંપતીનું ઘટના સ્થળે જ મોત: એકને ઇજા
મોરબીમાંથી બે પટેલ યુવાનના અપહરણ કરી રાજકોટ લઇ માર મારવામાં આવ્યો
SHARE
મોરબીમાંથી બે પટેલ યુવાનના અપહરણ કરી રાજકોટ લઇ માર મારવામાં આવ્યો
મોરબીના કંડલા બાયપાસ નજીકથી કારમાં બેસાડીને મોરબીના બે પટેલ યુવાનોના અપહરણ કરીને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જ્યાં માધાપર ચોકડી પાસે લઈ જઈને તેઓને ઢોર માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલા બંને યુવાનોને મોરબીની સરકારી હોસ્પિટલે અને બાદમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળે છે અને બીન આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાતોરાત બંને યુવાનોના સગા સંબંધીઓ અને મિત્રો પાસેથી ૧૫ લાખથી વધુની રકમ કોઈ શખ્સ દ્વારા કઢાવામાં આવી હતી જોકે બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવા પામેલ નથી..!
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી નયન હસમુખભાઈ સીણોજીયા પટેલ (૨૮)અને પ્રવીણ સુંદરજી પનારા પટેલ (૩૦) નામના બે યુવાનોને આગલા દિવસે મોડી રાત્રે કંડલા બાયપાસ પાસેથી કારમાં બેસાડીને અપહરણ કરીને રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને માધાપર ચોકડી પાસે મૂઢ માર મારવામાં આવ્યો હતો જેથી નયન અને પ્રવિણને પ્રથમ મોરબી સિવિલે અને ત્યાર બાદ ક્રિષ્ના હોસ્પીટલે લઇ જવામાં આવ્યા હતા જેને પગલે મોરબી સીટી એ ડિવિજન પોલીસે પ્રારંભિક તપાસ શરૂ કરી હતી.
જોકે બીન આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અપહરણ-મારામારીનો ભોગ બનેલ બંને યુવાનો મારફત ફોન કરાવીને તેમના સગાં-સંબંધીઓ અને મિત્રોને ફોન કરીને પંદર લાખથી વધુ રકમ કોઈ ઈસમ દ્વારા મંગાવવામાં આવી હતી જો કે ઉપરોકત બનાવ સંદર્ભે પોલીસને પુછતા જાણવા મળેલ છેકે, હાલ સુધી ભોગ બનનાર બંને યુવાનો દ્રારા અપહરણ કે મારામારી સંદર્ભે પોલીસ મથક ખાતે કોઈ ફરિયાદ નોંધાવાયેલ નથી તે હકીકત છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીમાં રહેતો સાહિલ ભરતભાઈ ચૌધરી નામનો ૧૫ વર્ષનો યુવાન શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પમ્પ પાસેથી બાઇક લઇને જતો હતો તે દરમિયાન તેનું બાઈક સ્લીપ થઇ જતા સાહીલ ચૌધરીને સિવિલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા વિક્રમ સુરેશભાઈ થોરાકિયા નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ થતા વિક્રમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયો હતો જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના આર.એમ.ઝાલા તપાસ ચલાવી રહ્યા છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”