મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામે બે રેડમાં ૨૨૧ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ


SHARE









મોરબીના નાગડાવાસ ગામે બે રેડમાં ૨૨૧ બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમી આધારે જૂના નાગડાવાસ ગામેથી અલગ અલગ બે રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૨૧ બોટલ દારૂ સાથે એકની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે દેવાયતભાઇ ઉર્ફે ભાનુભાઇ મુળુભાઇ ઉર્ફે બચુભાઇ ખાંભરાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૫૩ બોટલ જેની કિંમત ૬૫,૦૮૦ સાથે આરોપી દેવાયતભાઇ ખાંભરાને પકડીને તેના વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ ગગુભાઇ સુખાભાઇ બરારીયાના કબ્જા ભોગવટાના વાડામાંથી ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની જુદીજુદી બ્રાન્ડની ૬૮ બોટલ જેની કિંમત ૩૫,૪૫૦ નો મુદામાલ કબ્જે કરી ગગુભાઇ બરારીયા હાજર નહીં મળી આવતા તેના વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News